વોર્ડ નં.૫માં આડો પેડક રોડ જાહેર માર્ગ પર ફુટપાથ અને ડામરપટ્ટી વચ્ચેના પડખામાં પેવીંગ બ્લોક નાખવાના કામનું ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયાના હસ્તે અને ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીની ખાસ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરી કામને વેગવંતુ કરાવ્યું.
આ પ્રસંગે શહેર ભાજપના મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, મ્યુનિ.શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા, દિપકભાઈ પનારા, દિલીપભાઈ લુણાગરીયા, કોર્પોરેટર પ્રિતીબેન પનારા, શહેર ભાજપ મંત્રી કલ્પનાબેન કિયાડા, મનુબેન રાઠોડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.