આજે પદ્મશ્રી પદ્મભુષણથી સન્માનિત કરાશે:એવોર્ડ માટેની ઓનલાઈન નોંધણીમાં ૫૦ હજારથી પણ વધુ નોમિનેશન

વિવિધ ક્ષેત્રે વિશિષ્ઠ સેવા આપી ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર નાગરિકોને આજરોજ રાષ્ટ્રપતિ ભવનમાં રામનાથ કોવિંદના હસ્તે નાગરિક સન્માન પુરસ્કાર પદ્મભુષણ એનાયત થનાર છે. જેમાં વેટેરીયન એકટર દિવંગત કાદરખાનને પદ્મભુષણ દ્વારા સન્માન અપાશે.

આ ઉપરાંત પદ્મવિભુષણ, પદ્મશ્રી જેવા વિવિધ એવોર્ડો પણ પોતાના ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર નાગરિકોને અપાશે. આ એવોર્ડ ફંકશનમાં વાઈસ પ્રેસિડેન્ટ એમ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપે તેવી શકયતાઓ છે. આ વર્ષે કારિયા મુંડા, બાંછેરી પાલ, અશોક લક્ષ્મણરાવ કુકડે, જહોન ટી ચેમ્બર્સ, હુકમદેવ નારાયણ યાદવ, નમ્બી નારાયણ, દર્શન લાલ જૈન, સુખદેવસિંહ ધીંસા, બુદ્ધાદિત્યા મુખર્જી, પ્રવિણ ગોધન, મોહનલાલ, કુલદિપ નાયર, મહાશય ધરમપાલ અને વી.કે.શુંગલુને પદ્મભુષણથી સન્માનિત કરાશે.

પ્રજાસત્તાક દિન નિમિત્તે પદ્મ એવોર્ડ જાહેર કરવામાં આવ્યા હતા. હવે આગામી ૧૬ માર્ચના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે દેશનું સૌથી શ્રેષ્ઠ સન્માન ગણાતા પદ્મ એવોર્ડનું આયોજન થનાર છે. પદ્મ એવોર્ડની નોંધણી સરળ બનાવવા માટે તેની પ્રક્રિયા ૨૦૧૬ ઓનલાઈન કરવામાં આવી હતી. જેથી મોટી સંખ્યામાં લોકો તેનો લાભ લઈ શકે.

૨૦૧૪માં પદ્મ એવોર્ડ માટે ૨,૨૦૦ નોમિનેશન મળ્યા હતા ત્યારે ૨૦૧૯માં કુલ ૫૦ હજારથી પણ વધુ નોમિનેશન નોંધાયા જે ૨૦૧૪ની સરખામણીએ ૨૦ ગણા વધુ છે. ટેકનીકલ નોંધણીની પ્રક્રિયા ડીજીટલ થતાં લોકો બ્હોણાં પ્રમાણમાં નોંધણી કરાવી રહ્યાં છે. નાગરિકો સન્માન એવોર્ડ સરકાર દ્વારા નાગરિકોને આપવામાં આવે છે. જેમણે કોઈપણ ક્ષેત્રે દેશની સેવામાં યોગદાન આપ્યું હોય તે પછી મનોરંજન હોય કે રમત-ગમત.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.