કોર્પોરેટર દ્વારા વિશ્ર્વેશ્ર્વર મંદિર ખાતે ઉકાળા કેમ્પ
શહેરની અંદર હાલ જે રીતે રોગચાળાએ ભરડો લીધો છે એ જોતા રાજકોટની અંદર અસંખ્ય સ્વાઈન ફલુના કેસો જોવા મળી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા સ્વાઈન ફલુ અંગે કોઈ જાતની ગાઈડ લાઈન કે જાણકારી આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ નથી. શા માટે ? રાજકોટની ખાનગી નામાંકિત હોસ્પિટલોમાં સ્વાઈન ફલુના અસંખ્ય કેસની માહિતી મળી છે. પરંતુ આરોગ્ય વિભાગ હજુ પણ ઘોર નિદ્રામાં છે. રાજકોટના અસંખ્ય કેસો ખાનગી હોસ્પિટલમાંથી અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા હોય એવું જાણવા મળેલ છે. સ્વાઈન ફલુના કેસો જોવા મળેલ છે. જે રીતે આરોગ્ય વિભાગ રાજકોટની જનતાને સ્વાઈન ફલુથી બચવા વિશેની માહિતી અને જ‚રી ગાઈડ લાઈન પુરી ન પાડે ત્યાં સુધી લોકોમાં આ રોગ ફેલાતો રહેશે.
આરોગ્ય અંગેનું માં અમૃતમ કાર્ડનો મહાકેમ્પનું આયોજન કરવામાં ખુદ આરોગ્ય તંત્ર ભીડ એકઠી કરવા માટે રાજકોટમાં ઠેર-ઠેર બેનર મારી રહ્યાં છે. પરંતુ સ્વાઈનફલુના બેનર મારવામાં તંત્ર ઉદાસીન છે. શાસકો દ્વારા અને આરોગ્ય તંત્રના અધિકારી દ્વારા એક પણ અધિકારીએ હોસ્પિટલની મુલાકાત લીધેલ નથી. ફકતને ફકત મુખ્યમંત્રીના કાર્યક્રમને કઈ રીતે સફળ બનાવવો તેવા પ્રયાસો થઈ રહ્યાં છે. આજ રીતે આરોગ્ય વિભાગ દ્વારા બેદરકારી રહેશે તો આવનારા દિવસોમાં સમગ્ર રાજકોટમાં સ્વાઈનફલુ અજગરની જેમ ભરડો લઈ લેશે તેમ જાગૃતિબેન ડાંગર અને વિજય વાંકની યાદીમાં જણાવાયું છે. વિશ્ર્વેશ્ર્વર મંદિર ખાતે સ્વાઈનફલુના ઉકાળાના કેમ્પનું આયોજન કોર્પોરેટર ડાંગર દ્વારા કરવામાં આવેલ છે. લોકોને બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરાયો છે.