માત્ર કર્મ કરવું જ મનુષ્યના હાથમાં છે પરિણામ પર તેનો અધિકાર નથી તેવું શ્રી કૃષ્ણએ કહ્યું છે
વેલેન્ટાઈન વીકમાં આજે ગુરુવારે પ્રપોઝ ડે છે. પ્રપોઝલનો સ્વીકાર પણ ાય ને અસ્વીકાર પણ ! માત્ર કર્મ કરવું જ મનુષ્યના હામાં છે. પરિણામ પર તેનો અધિકાર ની તેવું શ્રી કૃષ્ણએ કહ્યું છે. કોઈ ગમતીલું પાત્રનું કલોઝ વું હોય તો પહેલા પ્રપોઝલ તો આપવી પડે ને “ટેન્ડર પાસ તો “કોન્ટ્રાકટ મળે. એમ પેલા ને પેલી, પેલી ને પેલો ગમતો હોય તો પ્રપોઝલ એટલે કે દિલ દેવાની દરખાસ્ત મોકલવી પડે. આજે કઈ કેટલાયે ડીઅર કે ડાર્લિંગને પ્રપોઝ કર્યું હશે. પ્રપોઝલ સ્વીકારાય જાય તો પ્રેમ ગીત ને ન સ્વીકારાય તો ગઝલો સાંભળો બીજું શું ?
કુછ મીઠા હો જાયે… કાલે ચોકલેટ ડે
વેલેન્ટાઈન વીકમાં આવતીકાલે શુક્રવારે ચોકલેટ ડે ઉજવાશે ત્યારે આવો કુછ મીઠા હો જાયે… જી હા, પ્રેમની અભિવ્યક્તિના ઘણા બધા પાસા છે. તેમાં ચોકલેટ પણ સામેલ છે.
ચોકલેટ કોને ન ભાવે ભુલકાી માંડીને બુઢા સુધી બધા મોંઢામાં મમળાવે. એમાય ચોકલેટની જયારી વેલેન્ટાઈન વીકમાં સામેલ કરવામાં આવી છે ત્યારે જુવાનીયાવ માટે તેનું મહત્વ વધી ગયું છે.
મનગમતા પાત્રને ચોકલેટ ગિફટમાં આપીને પ્રેમનો ઈઝહાર કરવાની રીત હવે કાંઈ નવી રહી ની. રાજકોટની બજારમાં અત્યારે હકડેઠઠ ચોકલેટ ઠલવાઈ ગઈ છે.
અમુક સ્ટોર્સ વેલેન્ટાઈન વીકમાં ચોકલેટ ડેને લઈને માત્ર ચોકલેટનું જ ડિસ્પ્લે કરી રહ્યાં છે. આવતીકાલે ચોકલેટ ડે છે એટલે સ્વાભાવિક રીતે ગઈકાલ સાંજ અને આવતીકાલી આવા ચોકલેટસ સ્ટોર્સમાં રોમેન્ટીક વાતાવરણ છવાઈ ગયું છે.