લોકડાઉનથી ૨૩.૯% નીચે સરકેલી જીડીપી ૧૬.૪% રિક્વર થઈ, હવે હરણફાળ ભરશે
કોરોના મહામારીના કારણે આર્થિક ગતિવિધિ ઉપર બ્રેક લાગી હતી જેથી કૃષિ સેક્ટર સિવાયના તમામ ક્ષેત્રોનો નેગેટીવ ગ્રોથ જોવા મળ્યો હતો અલબત્ત હવે આર્થિક ગાડી પાટે ચડવા લાગી છે અને બજેટમાં થનારી જાહેરાતો એપ્રિલ બાદ આર્થિક રીતે ગાડી પુરપાટ દોડશે.
મહામારી ના કારણે વિશ્વના તમામ દેશો નો આર્થિક વિકાસ નકારાત્મક રહ્યો હતો અલબત ભારતીય બજાર ખૂબ ઝડપથી રિકવર થવા લાગ્યું છે અને હરણફાળ ભરવા સજ્જ થયું છે (અનુ. આઠમા પાને)
લોકડાઉનના કારણે જીડીપીમાં ૨૩.૯ ટકાનો કડાકો બોલ્યો હતો. અલબત્ત માત્ર નજીવા સમયગાળામાં જ અર્થતંત્રની કળ વળી હતી. જોકે સરકારે ચલાવેલી આત્મનિર્ભર યોજનાઓ અંતર્ગત જાહેર થયેલી સ્કીમ નિકાસ ઉપર વધુ પ્રોત્સાહન સહિતના નિર્ણયોના કારણે પણ આર્થિક વિકાસ ઝડપી બન્યો છે આગામી બજેટમાં માળખાગત સુવિધાઓ, આરોગ્ય, કારમાળખું ઉદ્યોગોને પ્રોત્સાહનો સહિતની જોગવાઈ થઈ શકે છે. એકંદરે બજેટમાં નવા વેરા અથવા રાજકોષીય ખાધ વગર કઈ રીતે આવક વધે તેના ઉપર કેન્દ્રિત રહેશે.
અર્થતંત્રની રિકવરી ખૂબ ઝડપથી થઈ છે. દ્વિતીય માસિકમાં અર્થતંત્રના આંકડા સકારાત્મક રહ્યા છે પરિણામે ત્રીજા ત્રિમાસિક અથવા આગામી એપ્રિલ મહિના સુધીમાં અર્થતંત્રની ગાડી ફૂલ સ્પીડમાં દોડવા માંડશે. જોકે સરકારે પગલાં લીધા બાદ પણ લોકો સુધી નકારાત્મક આર્થિક વિકાસના સંકેતો જઈ રહ્યા છે જેના પરિણામે શેરબજારમાં પણ ઉપરાઉપરી કડાકા બોલ્યા છે.
મુખ્ય આર્થિક સલાહકારે કહ્યું કે લોકડાઉન કર્યા વિના કોવિડ -૧૯ અર્થવ્યવસ્થા પર ભારે અસર કરી હોત. પરંતુ લોકડાઉનને કારણે સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. આનાથી લોકોનું જીવન અને આજીવિકા બચાવવામાં મદદ મળી. ભારતે કોવિડ -૧૯ નો વધુ પરિપક્વતા સાથે સામનો કર્યો હતો. લાંબા ગાળાના ફાયદા માટે ટૂંકા ગાળાની તકલીફ સહન કરી છે. ટ શેપમાં રિકવરીને અપેક્ષા છે. જીડીપી ફરીથી વેગ મેળવી શકે છે પરંતુ લોકોનું જીવન પાછું ફરી શકે નહીં.
વર્તમાન સમયે કેન્દ્રીય બજેટ ઉપર સામાન્ય લોકો અને ઉદ્યોગોએ મીટ માંડી છે. બજેટમાં નટની ચાલથી આર્થિક બાબતો માટે નિર્ણયો સરકારને લેવા પડશે. રિકવરી સાથે વૃદ્ધિ જણાવવાના સંતુલનથી વિકાસ વેગવાન બનશે.
મા લક્ષ્મીને ડિજિટલાઈઝ કરવા બજેટમાં બીલ આવશે!
ક્રિપટોકરન્સી તરફ રોકાણને વેગ મળ્યો છે, ભારત સરકાર પણ ડિજિટલ કરન્સી લાવવા માટે તખ્તો ઘડી રહી છે જેના અનુસંધાને આગામી કેન્દ્રીય બજેટમાં સરકાર દ્વારા ક્રિપટોકરન્સી એંડ રેગ્યુલેશન ઓફિસિયલ ડિજિટલ કરન્સી બિલ, ૨૦૨૧ મુકવામાં આવશે. દેશની પોતાની ડિજિટલ કરન્સીના કારણે લોકોમાં રોકાણ માટે વિશ્વાસનું વાતાવરણ ઊભું થશે ચીન જેવા દેશો તો વર્ષોથી પોતાના ચલણનું ડિજિટલ વર્ઝન (અનુ. આઠમા પાને)
ઉપયોગમાં લેવા કડાકુટ કરી રહ્યા છે. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા માટે અનેક રોકાણકારો ઇચ્છિત છે. અલબત્ત સરકારો બીટકોઈન જેવી ક્રિપ્ટો કરન્સી ને પોતાની હદમાં લાવવા ઈચ્છે છે.
આરોગ્ય ઉપરનું સરકારી ભારણ ઘટાડવા બજેટમાં વીમા કવચ મજબુત કરાશે
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા માં અમૃતમ, માં વાત્સલ્ય, આયુષમાન ભારત જેવી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેનમાં વર્ષે દહાડે કરોડો રૂપિયાનું ભારણ પડે છે આવી સ્થિતિમાં ખાનગી વીમા કવચને પ્રોત્સાહિત કરી આરોગ્ય ઉપરનું સરકારી ઘટાડવામાં આવશે. બજેટમાં ખાનગી વીમા સેક્ટરને ગ્રાહક મળે તે માટે પ્રોત્સાહનોની જાહેરાત થઈ શકે છે.