“ખુશી ઉત્સવ”: ચાલો શોધીએ ખુશીનુ “રીમોટ કંટ્રોલ”, સ્વયંથી રહીએ ખુશ

નાના ભૂલકાઓના નૃત્યએ ખુશીની હેલી વરસાવી, બાળકોની સાથે શ્રોતાગણ પણ સંગીતના તાલે ઝૂમ્યા

“સ્વયંને સમજીએ આત્મજ્ઞાન” વિષય પર આજે પૂનમદીદી આપશે પ્રવચન

આજના આધુનિક યુગમાં રાત દિવસ ખુશીઓ મેળવવા માટે પામવા માટે એક કરીને મહેનત કરતા હોય છે પરંતુ જ્યારે તે મહેનત રંગ ન લાવે કે ધાર્યું પણ ન મળે ત્યારે હતાશા તણાવ કે ના ખુશ અનુભવ કરતા હોય છે ત્યારે પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા અલવિદા જણાવો અંતર્ગત ખુશીઓનો સાચો મતલબ શું છે તેમજ જીવન ખુશીઓ મેળવવા માટે નહીં પરંતુ ખુશી ખુશી જીવવા માટે છે તેવા ભાવ સાથે સેમિનારમાં બીજા દિવસના વિષય અંતર્ગત ખુશીઓનો પિટારો શ્રોતાઓ સમક્ષ રજુ કર્યો હતો.

જ્યાં સુધી જીવવાનું છે ત્યાં સુધી સુખી રહેવાનું છે. અનેક સમસ્યાઓ વચ્ચે આપણી ખુશી આપણે સ્વયં શોધવાની છે. અંધકાર છે ત્યાં પ્રકાશ જરૂર છે. આજે ધન વૈભવ છે પણ ખુશી નથી તો એ ધનનો કોઈ અર્થ નથી.

જો મનમાં પ્રસન્નતા હશે તો સૂકી રોટલીમાં પણ આંદનનો અનુભવ થશે.આ સાથે દરેક રાજકોટ વાસીઓ એ”ખુશીઓનો ઉત્સવ” મનાવ્યો હતો. આ ખુશી મહોત્સવમાં નાના ભૂલકાઓએ નૃત્ય કરીને ખુશીઓની હેલી વરસાવી હતી અને દરેક શ્રોતાગણને પણ સંગીતના તાલે ઝૂમાવ્યા હતા.

આ વિષય અંતર્ગત જીવનમાં દરેક વ્યક્તિએ કોઈના પર આધાર વિના રાખ્યા વિના જાતે જ કઈ રીતે ખુશ રહી શકાય તેમજ આપણે આપણા ખુશીઓનું રીમોટ કંટ્રોલ ક્યારેય પણ બીજી વ્યક્તિના હાથમાં ન આપવું જોઈએ તે વિશે બ્રહ્માકુમારી પૂનમ દીદી એ જ્ઞાન કરાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ખુશીનો પીટારો ખોલવા માટે તેમણે ત્રણ મહત્વની કુંજી આપી હતી.

પહેલી ચાવી આપણે પરમાત્માના બાળક છીએ અને ખુશીઓ એ પરમાત્માની મિલકત કે જેના આપણે માલિક છીએ.

બીજી ચાવી કોઈપણ વિકાર જેવાકે અપમાન, ગુસ્સો, દ્વેષ, ઈર્ષ્યા મગજમાં જકડી ન રાખો તે જ ક્ષણે એ વિચારનો ત્યાગ કરો. દૂર્વિચારનો ત્યાગ કરી સદવિચાર સાથે આગળ વધીએ.

કોઈના કટુવચનોને મનમાં રાખીને, દ્વેષભાવ રાખીને વ્યર્થ સંકલ્પો ચલાવવાને બદલે મનમાં શુભ ભાવના રાખીને લોકોને ક્ષમાદાન આપીને મનને શુદ્ધ સંકલ્પોથી સ્વચ્છ રાખવું જોઈએ.

ત્રીજુ આપણી ભારતભૂમિ દાનની ભૂમિ છે. ક્ષમાદાન એ જીવનમા સૌથી અગત્યનું છે. ધૈર્યતા ગુણને ગ્રહણ કરવાની પ્રેરણા સાથે કોઈપણ જાતના અહંકાર રાખ્યા વિના “ક્ષમાયાચના” અને “ક્ષમાદાન” કરો.

આ ત્રણ પુંજીઓ તણાવ મુક્ત જીવન પ્રદાન કરે છે.આ સાથે પૂનમ દીદીએ સમજાવ્યુ હતું કે ખૂશી જેવો કોઈ ખજાનો નથી આજના જમનામાં ખુશી જેવું કંઈ જ નથી.

નિરંતર કોઈપણ પરિસ્થિતિમાં ખુશીથી જીવન જીવવું અને જીવનને ખુશી ઉત્સવની જેમ ઉજવવો જોઈએ.

ખુશ રહેવા નિરંતર ચાલતા રહો, કાર્યરત રહો: બ્રહ્માકુમારી પૂનમ દીદી

આજના આ કાર્યક્રમમાં હું ખુશીઓનું રિમોટ દરેક શ્રોતાઓને આપવા જઈ રહી છુ અને આ વિચાર દ્વારા દરેકના જીવનમાં ખુશીઓનો પિટારો આપણે ખોલિશું. કાર્યક્રમના બીજા દિવસના વિષય વિશે વધુ માહિતી આપતા અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દરેક રાજકોટવાસીઓ આ કાર્યક્રમને નિહાળે તે માટે અપીલ કરી હતી. આ સાથે તેમણે ખુશીનો મર્મ સમજવા કહેલુ કે જીવનની સાચી ખુશી શું તે તરફ દરેક વ્યક્તિ પ્રયાણ કરે ,”માનવજીવનમાં સુખ- દુઃખ, સફળતા- અસફળતા જીવનનો ભાગ છે આ બધા વચ્ચે મારે ખુશ રહેવાનું છે” તેવો દ્રઢ નિશ્ચય કરી સદંતર ચાલતા રહે , કાર્યરત રહે. કયારેય રુકો કે નાસીપાસ ન થશો તેવો સંદેશ પૂનામદીદીએ આપ્યો હતો.

હતાશાથી ઘેરાયેલા સમાજમાં તણાવના દુષણને નાથવા આ કાર્યક્રમ અત્યંત આવશ્યક: વલ્લભાઈ કથીરીયા

વલ્લભાઈ કથીરીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા અલવિદા તનાવ કાર્યક્રમનું આયોજન આજના સમાજની માંગ છે કારણકે આજકાલ લોકો વધુને વધુ તણાવ, હતાશા, દુખ જેવા દુષણોથી ઘેરાયેલા રહે છે ત્યારે આ માધ્યમ લોકોને તેમાંથી બહાર નીકળવા સહાયક સાબિત થાય છે. વધુમાં તેમણે ખુશીનોનુ રીમોટ વિષય વિશે પોતાનો અનુભવ જણાવતા ઉમેર્યુ હતું કે તેઓને આ કાર્યક્રમ નિહાળીને ખૂબ જ આનંદ થયો છે.

ખુશીઓનુ “ઇન્જેકશન” દર્દીઓને ડૉકટરના “ઇન્જેક્શન”થી રાખે દૂર: ડૉ દર્શન સુરેજા

ગ્લોબલ આઈવીએફ હોસ્પિટલના ડૉ દર્શન સુરેજા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે રીતે ડૉક્ટર જ્યારે દર્દીને સારવાર આપે છે ત્યારે દવાની સાથે હકારાત્મક વલણ અપનાવવવા સમજાવે છે.સાજા થવા માટે ડોકટરનું ઇંજેશન ખૂબ જ ઉપયોગી છે તે રીતે ખૂશીથી જીવવા પૂનમ દીદીએ સૂચવેલ “ખુશીઓનું ઇન્જેક્શન” જીવનમાં અતિ આવશ્યક છે જે જીવનના દરેક પાસામાં પોઝિટિવિટી પ્રદાન કરે છે.જેમ કહેવાય છે કે પ્રિવેંશન ઇઝ બેટર ધેન ક્યોર કે ઈલાજ કરતા એની સાવચેતી વધુ સારી એ જ રીતે જો જીવનમા ખૂશ રહેશો તો ડૉક્ટર પાસે જવાની તેટલી આવશ્યકતા જ નહી સર્જાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.