સુરત, વલસાડ, દમણ, અમદાવાદ અને ઓૈરંગાબાદ સ્થિત દાઉદની નવ સંપતિઓની પણ હરરાજી કરવા ઓફર મંગાવાઇ
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની મુંબઇ સ્થિત મિલ્કતોની નિલામી કરવા સરકારે પ્રક્રિયા હાથ ધરી છે. ભાગેડુ અપરાધી દાઉદ અને તેના પરિવારની મુંબઇ સ્થિત પાકમોદિયા સ્ટ્રીટ વિસ્તારની ત્રણ સંપતિઓમાંથી એકની નીલામી માટે સરકારે હરરાજી જારી કરી છે સ્મગ્લર્સ એન્ડ ફોરેન્ટ એકસચેન્જ મૈનિપ્યુલટર્સ (સંપતિ જપ્તી) એકટ હેઠળ આગામી ૯ ઓગસ્ટના રોજ નીલામી થશે.
સરકાર દ્વારા જારી કરાયેલી નોટિસમાં જણાવાયું છે કે, મુંબઇ શહેરની મઘ્યમાં આવેલ ભીંડી બજારમાં દાઉદની મસુલા બીલ્ડીંગ છે તેની નીલામી થશે અને આ માટે ૭૯.૪૩ લાખ રૂપિયા આરક્ષીત રકમ રાખવામાં આવી છે નીલામીમાં ભાગ લેનારા તમામે રૂ. ૨૫ લાખ ડીપોઝીટના રુપે રાખવા પડશે જે ૬ ઓગસ્ટ સુધીમાં જમા કરાવી શકાશે.
દાઉદની સંપતિઓનું વેચાણ ઇ-ઓકશન, પ્લલિકઓકશન અને સીલ ટેન્ડર દ્વારા ૯ ઓગસ્ટના રોજ વાય.બી. ચવાન ઓડીટોરીયમ ખાતે સવારના ૧૦ થી બપોરના બાર વાગ્યા સુધી થશે. જણાવી દઇએ કે ગયા વર્ષે પણ દાઉદની ત્રણ સંપતિઓની નિલામી થઇ હતી. જેને સૈફી બુરહાની અપલિફટમેન્ ટ્રસ્ટે ૧૧.૫૦ કરોડ રૂપિયામાં ખરીદી હતી. સૈફમાં એકટ અંતર્ગત મુંબઇ ઉપરાંત ઔરંગાબાદ, વલસાડ, દમણ, સુરત અને અમદાવાદમાં દાઉદની નવ સંપતિઓ માટેની પણ નિલામી માટે સરકારે બોલી આમંત્રિત કરી છે.ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ર૦ એપ્રીલના રોજ કેન્દ્ર સરકારને આદેશ કર્યો હતો કે, દાઉદની સંપતિઓની વહેલી તકે નિલામી થાય સુપ્રીમના આ આદેશ મુજબ કેન્દ્ર સરકાર પગલાઓ ભરી રહી છે.