અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના ભાઈ અનવરની અબુ ધાબીના એરપોર્ટ પરથી કસ્ટમ એન્ડ અબૂ ધાબી પોલીસે શુક્રવારે ધરપકડ કરી લીધી છે. અનવર પાસે પાકિસ્તાનનો પાસપોર્ટ છે. અનવરની ધરપકડ પછી ભારતીય દૂતાવાસ છોટા શકીલના ભાઈની કસ્ટડી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. જ્યારે પાકિસ્તાન દૂતાવાસ પણ તેને પકડવાનો પ્રયત્ન કરી રહી છે. અનવર પાસેથી પાકિસ્તાની પાસપોર્ટ મળ્યો છે. તેથી પાકિસ્તાને દાવો કર્યો છે કે, અનવરની કસ્ટડી તેમને આપવામાં આવે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અનવર વિશેપૂરતી માહિતી મેળવીને તેની ધરપકડ કરવામાં આવી છે. અનવર અબૂ શેખ વિરુદ્ધ પહેલેથી જરેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. અનવર વિશે કહેવામાં આવે છે કે, તે આઈએસઆઈ સાથે કામ કરતો હતો અને ભારત વિરુદ્ધ આતંકીગતિવિધિઓમાં પણ સામેલ હતો.
માફિયા ડોન છોટાશકીલનું સાચુ નામ શકીલ બાબૂમિયાં શેખ છે. માફિયા ડોન છોટા શકીલ 1993માં મુંબઈમાં થયેલા સીરિયલ બ્લાસ્ટના મુખ્ય આરોપીમાંથીએક છે. તેને અંડરવર્લ્ડના સૌથી મોટા ડોન દાઉદ ઈબ્રાહિમના ખાસ માણસ માનવામાં આવેછે. હથિયારોની દાણચોરી અને ખંડણી વસુલવી તેનો મુખ્ય ધંધો છે.