દિવ્યાંગ બાળકોની મહેનત દીપી ઉઠી
દિવ્યાંગ બાળકોની મહેનત દીપી ઉઠી છે. તેમણે બનાવેલી રાખડીઓ કોર્પો.ની શાળાઓની બાળાઓને તેમના ભાઈને રક્ષાબંધન નિમિતે બાંધવા વિતરણ કરાશે. લાયન્સ કલબ રાજકોટ પ્રાઈડ તથા શિક્ષણ સમિતિ રાજકોટના ઉપક્રમે શિક્ષણ સમિતિ રાજકોટની કોર્પોરેશન હસ્તકની બધી શાળામાં દિકરીઓને રાખડી વિતરણનો કાર્યક્રમ તા.૩૧/૭ થી તા.૪/૮ સુધીમાં યોજવામાં આવશે. તેમાં સ્કૂલની બધી દિકરીઓને રાખડી આપવામાં આવશે. જે-તે પોતાના ભાઈને રાખડી બાંધી રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવી ખુશી વ્યકત કરશે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાયન્સ કલબ રાજકોટ પ્રાઈડના પ્રોજેકટ ચેરમેન નિરજ અઢિયા, પ્રમુખ ભાવેશ પાનસુરીયા, સેક્રેટરી ચેતન વ્યાસ, ટ્રેઝેરર ઉમેશ ભાલાણી, ડી.ચેમરેન વિનોદ ઠકકર, નિરમલ મહેતા, ઝોન ચેરમેન કિશોર વઘાસીયા, ગીરીશભાઈ અકબરી તથા સૌરાષ્ટ્ર કચ્છ લાયન્સના વાઈસ ગવર્નર દિવ્યેશ સાકરીયા, લાયન્સ પ્રાઈડ મહિલા વિંગના પ્રીતિબેન અઢીયા તથા શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્ર ઠાકર, વાઈસ ચેરમેન અલ્કાબેન કામદાર, સદસ્ય કિરણબેન માંકડીયા, મુકેશભાઈ મહેતા તથા જગદીશભાઈ ભોજાણી જહેમત ઉઠાવી રહ્યા છે. આ રાખડી દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલ છે.