શિયાણી પરિવારનુંઅનુકરણીય પગલું
ટ્રસ્ટી મનુભાઈ શિયાણીને ત્યાં પૌત્રીનો જન્મ થતા દિકરીની ચાંદી તુલા કરી ખોડલધામ ટ્રસ્ટને અર્પણ
દીકરીએ ઘરની લક્ષ્મી છે. કોઈપણ પરિવારમાં દીકરીનો જન્મ થાય એટલે આપણે ત્યાં કહેવત છે કે ઘરે લક્ષ્મીજી પધાર્યા ખરેખર આ કહેવતને શિયારી પરિવારે સાર્થક કરીછે. ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ શિયાણીના દીકરાને ત્યાં દીકરીને જન્મ થતા એમણે દીકરીના જન્મને વધાવતા એના વજન બરાબર ચાંદીમાં ખોડલના ધામ ખોડલધામને અર્પણ કરી સમાજમાં એક નવો જ ચીલો ચાતર્યો છે.
ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ શિયાણીના દીકરા રાહુલભાઈ શિયાણીને ત્યાં તા.૧૨.૧૨.૧૮ના રોજ લક્ષ્મી રૂપે દિકરીનો જન્મ થતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ એ ખુશી તો ત્યારે બેવડાઈ જયારે એમને દીકરીના જન્મને વધાવવા માટે નિર્ણય કર્યો કે દીકરીના વજન બરાબરની ચાંદી ર્માં ખોડલના ચરણોમાં અર્પણ કરીશું. આમ રાહુલભાઈ અને વિધિબેનની દીકરીની ચાંદીતુલા કરતા ૩ કિલો ચાંદી ખોડલધામ ટ્રસ્ટને અર્પણ કરતા શિયાણી પરિવારે સમાજને નવો જ રાહચીંધ્યો છે.
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને ખોડલધામ મંદિરના સ્વપ્ન દ્રષ્ટા નરેશભાઈ પટેલ દર વખતે સમાજને જૂના રિવાજો ત્યજી આગળ વધવા અપીલકરે છે. નરેશભાઈની આ વાતને ધ્યાને રાખતા શિયાણી પરિવારે આ માર્ગે ચાલીને દીકરીના જન્મ બાદ લાડવાનો પ્રસંગ કરવાના બદલેએ ખર્ચાની રકમ ખોડલધામ ટ્રસ્ટમાં અપણ કરી હતી.ખોડલધામ મંદિરનાપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ માં ખોડલ પ્રત્યે ભાવિકો પોતાની શ્રધ્ધા વ્યકત કરવા માટેધ્વજા અને વાઘા અર્પણ કરી રહ્યા છે. જન્મદિવસ, લગ્નતિથિ પર ખોડલધામ ખાતે ભકતો દ્વારા ધ્વજા અને વાઘા અર્પણ કરી માં ખોડલના આશીર્વાદ મેળવે છે. ત્યારે શિયાણી પરિવારે એક નવો જ ચીલો ચાતર્યો છે.