કાલે ડોટર્સ ડેની ઉજવણી: દરેક ક્ષેત્રે પ્રગતિઓનો યુગ લાવતી દીકરીઓનો આજે અલગ જ ‘દબદબો’
હેપ્પી ડોટર્સ ડે બધાને.. ‘દિકરી’! દિકરીના પાત્રને વર્ણવવું કોઇ બે ચાર લાઇનમાં વ્યાખ્યાયિત કરવું લગભગ અસંભવ છે પરંતુ તેને પ્રેમ, કરૂણા, દયાભાવના અને નિર્મળતાથી સમજી જરૂર શકાય છે. એટલે જ તો કહેવાય છે ‘દિકરી વ્હાલનો દરિયો’ દિકરીને વ્હાલથી જ સમજી અને સમજાવી શકાય છે. (પિતાનો આહલાક પ્રેમ અને માતાનું નિર્મણ વ્હાલ આ ભેગું થાય અને આકાશમાં ચડે ને તેની વાદળી બંધાય અને ધોધમાર વરસે એનું નામ દીકરી) સપ્ટેમ્બર માસના ચોથા રવિવારે દીકરી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે ઘરમાં દિકરીનો જન્મ થાય તો એક અનેરો જ ઉત્સાહ છવાઇ જાય છે. જો કે હા, હજુ ઘણા એવા વર્ગો છે જેમાં દિકરીના જન્મ પ્રત્યે અણગમો છે. લોકોની આવી માન્યતા ખરેખર આપણાં સમાજ માટે અભિશાય રૂપ છે. દિકરીના જન્મ પ્રત્યે અણગમો દાખવતા લોકોએ એ વિચારવાની જરૂર છે કે શું સ્ત્રી વગર આ દુનિયામાં મનુષ્ય જીવનનું અસ્તિત્વ શકય છે? આ લેખ વાંચતા તમામ લોકોને જવાબ ચોકકસ પણે ‘ના’ જ હોવો જોઇએ તો પછી શા માટે ? શા માટે દિકરી પ્રત્યે અણગમો? શા માટે દિકરીને શાપનો ભારો સમજવામાં આવે છે? અરે, દિપકી શાપનો ભારો કે શાપ નહિ એ તો, ભગવાન તરફથી મળેલા આશિવાંદ છે. એકવાત ચોકકસપણે કહી શકાય કે, દિકરી વગર સમાજનું કોઇ અસ્તિત્વ જ નથી.
બાપુને એક વ્હાલસોયી દિકરી હોત તો…
દિકરી એટલે પ્રેમનો પર્યાય, અંતરનો ઉજાસ અને સ્નેહનું નિરંતર વહેલું ઝારણું.. દીકરી એટલે આંગણાને તુલસી કયારો દીકરી એટલે બે કુંટુબને ઉજાળતી ઘર દીવડી.. નરસિંહ મહેતા જેવા દૃઢવૈરાગી પિતા પણ કુંવરબાઇના સ્નેહથી બંધાયેલા હતા. એટલે જ તો કહેવાયું છે કે ગાંધીજીને એક વ્હાલસોયી દિકરી હોત તો બાપુના સત્યાગ્રહને પણ ઝાકળની ભીનાશ પ્રાપ્ત થઇ હતો.
એક લીલા પાનની અપેક્ષા હોય, પરંતુ આખી વસંત ઘરે લાવે એ દિકરી
પહેલાના સમયમાં દીકરીને જન્મતાંની સાથે જ હત્યાં કરી દેવામાં આવતી. આવી ઘટનાઓથીએ વીચારવું પણ એટલું મુશ્કેલ બની જાય છે કે ત્યારે લોકોને દીકરી પ્રત્યે કેટલો અણગમો હશે કે જન્મતા વેત જ મોતને ઘાટ ઉતારી દેવામાં આવતી અગાઉ બાળલગ્ન પ્રથા પણ પ્રચલિત હતી કે જેનાથી દીકરીનું ભવિષ્ય ઉજળું થતાં પહેલા જ અંધારામાં ગરઠાવ થઇ જતું. આ તો લાખ લાખ ધન્યવાદ છે રાજા રામ મોહનરાય જેવા મહાન સમાજ સુધારકોને કે જેમણે સમાજમાંથી આવા દુષણો દુર કર્યા.
દીકરીઓને ‘પાંખ’ પુરી પાડતી સરકારી યોજનાઓ
હાલ, ના સમયની વાત કરીએ, તો ‘દિકરી’ જન્મ પ્રત્યેની લોકોની માનસિકતામાં ઘણો હકારાત્મક બદલાવ આવ્યો છે. જેનો એક મોટો ફાળો સરકારને પણ જાય છે. બેટી બચાવો, બેટી પઢાવો, સુક્ધયા સમૃધ્ધી યોજના, ચીરજીવી યોજના, કુંવરબાઇનું મામેરું જેવી અઢળક યોજનાઓ બહાર પાડી દિકરી ભૂણહત્યા, બાળલગ્ન પ્રથા જેવા દુષણો પર રોક લગાવવામાં મદદ મળી છે તેમજ દીકરીઓને પાંખ રૂપી સાબિત થઇ હોય તેમ નવી ઉંચાઇઓ સર કરવામાં મદદરૂપ થઇ છે.
૧. બેટી બચાવો, બેટી પઢાવો યોજના
બેટી બચાવો, બેટી પઢાવો યોજનાએ સરકારના લક્ષ્યોને સફળ રીતે પાર પાડ્યાં છે. ૨૨મી જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ હરિયાણાના પાણીયત ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રમોદીએ આ અભિયાનની શરૂઆત કરી હતી. જેમાં બાળજન્મદર, મહિલા સશક્તિકરણ, દીકરીઓને શિક્ષણ, બાળ હત્યા પર રોક વગેરે જેવાં મહતવનાં મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા.
૨. દિકરી યોજના
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શરૂ કરાયેલી આ યોજના અંતર્ગત ફકત એક બે દિકરીઓ હોય, તેવા દંપતીઓને લાભ આપવામાં આવે છે. જેમાં ફકત ૧ દિકરી હોયગ, તેમને ૬૦૦૦ અને બે દિકરીઓ હોય, (દિકરો ન હોય) તેવા દંપતીને રૂ.૫૦૦૦ની સહાય આપવામાં આવે છે.
૩. સુક્ધયા સમુદ્વી યોજના
ગુજરાત સરકાર દ્વારા મહત્વની એવી સુક્ધયા સમુધ્ધી યોજના પણ બહાર પાડવામાં આવી છે. જેમા માતા પિતા દીકરીના નામે તેના જન્મથી લઇને કોઇ પણ સમયે તે દસ વર્ષની થાય તે પહેલા ખાતુ ખોલી શકે છે. આ માટે બેંક કે પોસ્ટ ઓફીસમાં રૂ.૨૫૦થી ખાતુ ખોલાવી શકાય છે.
૪. કુંવરબાઇ મામેરું યોજના
કુંવરબાઇ મામેરું યોજના સરકારની સૌથી જુની યોજના છે. આ યોજના ખાસ અનુસૂચિત જાતિઓની બે ક્ધયાના લગ્ન પ્રસંગે રૂ.૧૦,૦૦૦ની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તારમાં આવક મર્યાદા ૧,૨૦,૦૦૦ જયારે શહેરી વિસ્તારમાં ૧,૫૦,૦૦૦ છે.
૫. ચિંરજવી યોજના
માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા અર્થે સરકાર દ્વારા આ યોજના અમલમાં મુકવામાં આવી છે. પ્રસુતા બહેનો સરકાર દ્વારા નકકી કરાયેલા ખાનગી દખાવાનમાં વિનામૂલ્યે પ્રસુતિ કરાવી શકે છે. તેમજ જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ સાથે લાભાર્થીને રૂ.૨૦૦ પ્રસુતિના ટ્રાંસ્પોટેશન માટે આપવામાં આવે છે.
૬. વ્હાલી દીકરી યોજના
આ યોજના અંતર્ગત બે લાખ સુધીની આવક ધરાવતા ગરીબ પરિવારની દીકરીઓને શિક્ષણ સહાય આપવામાં આવે છે. પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪ હજાર જયારે નવમાં ધોરણમં પ્રવેશ વખતે રૂ.૬ હજારની સહાય અપાય છે. જયારે દીકરીના ૧૮ વર્ષ થયે રૂ.૧ લાખની સહાય પ્રદાન કરવામાં આવે છે.
દિકરી એટલે ઈશ્વરના આશિર્વાદ નહિ, દીકરી એટલે તો આશિર્વાદમાં મળેલા ઈશ્વર
ભારત કી બેટીયા….
આજની દીકરીઓ માત્ર રસોડાના કાર્યો પુરતી જ સીમિત નથી રહી. પરંતુ દરેક ક્ષેત્રે નવી નવી સિટ્ટીઓ હાંસલ કરી પુત્ર સમોવડી બની છે. જેના જવલંત ઉદાહરણ સુનિતા વિલિયમ્સ, ડો. સુનિતા નારાયણ, અંજલી ભાગવત, મેઘા પાટકર છે. પેલું કહેવાય છે ને કે, આજની દીકરીઓ પગ વડે માત્ર સ્કુટી જ રોકવાનું નથી. જાણતી પરંતુ આકાશમાં લડાકું વિમાન ઉડાવી પોતાના કૌશલ્ય રજુ કરવાનું પણ જાણે છે. આ વતા ભારત કી બેટીછયા અવની ચતૃવૈંદી, મોહનસિંઘ અને ભાવના કંઠ પર સંપૂર્ણ પણે બંધ બેસે છે.
અવની ચતુવેદી કે જે ભારતની પ્રથમ મહિલા લડાકુ પાયલોટ છે. ભાવના કંઠ અને મોહના સિંઘને પણ તેની સાથે લડાકુ વિમાની પાયલોટ જાહેર કરવામાં આવી હતી.