એક દીકરી જ્યારે પોતાનું ઘર મૂકીને પારકા ઘરે જાય છે. ત્યારે દુનિયાનો કોઈ પણ પિતા હોય તેની આંખોમાં આંસુ હશે જ. તે પિતા કદાચ દીકરો પથારીએ હોય તો એટલો નબળો નથી પડતો જેટલો દીકરીને સાસરી વળાવે છે ત્યારે પડે છે.
દીકરી મારી લાડકવાયી આજ ચાલી સસરીયાની વાટ,
છોડી પિયરનું પાધર જાવું તારે પારકા દેરે મન ભરી ઉચાટ.
વલોવાય કઠણ કાળજાનેં પાંપણ ભીંજાઇ જાય!!
દીકરી ચાલી રે સાસરે, આંખે આંસુ રે સરી જાય.
તારા બાળપણની વાતું અમને યાદ આવશે રે આજ,
થઈ છે તારી વિદાય દીકરી તારો ખાલીપો કોરી ખાય.
અમ દલડે લાગી લહાયનેં પાંપણ ભીંજાઇ જાય!!
દીકરી ચાલી રે સાસરે, આંખે આંસુ રે સરી જાય.
તારા વિના થયું આંગણું સુનુને થયા સુના ખોરડાં આજ,
તારા રે વિનાના કેવા કાળજા કોરાય અમે કોને કહી રાઝ.
અમ મનડું કેવું મુંજાયનેં પાંપણ ભીંજાઇ જાય!!
દીકરી ચાલી રે સાસરે, આંખે આંસુ રે સરી જાય.
તારા વિના ભાઈ ભાભી કરે છે મનભર્યો ઉચાટ,
તારા વિના જીવન બન્યુ સૂનકાર મારી બહેના
‘હાર્દિક” કહે છોડીને અમને ચાલી તું સાસરે
તારો ભાઈ થયો હવે લાચાર પરદેશી પંખી ઉડી ગયું.
અમ રુદીયો રુવેને કેવી પાંપણ ભીંજાઇ જાય!!
દીકરી ચાલી રે સાસરે, આંખે આંસુ રે સરી જાય.
-હાર્દિક સંખાવરા
તમે પણ કવિતા, સ્વરચિત ગીત, ગઝલ કે કથા, ટૂંકીવાર્તા લખવાના શોખીન હોવ તો તમારા દ્વારા રચિત કન્ટેન્ટ અમને અમારા ઈ-મેઈલ એડ્રેસ [email protected] પર મોકલી આપશો. જેને તમારા નામ સાથે અમે અમારા પ્લેટફોર્મ પર મૂકીશું. તમારી આવડત, કૌશલ્ય, કળા-કૃતિને અમે ઉજાગર કરીશું.