ખજૂર એ ભારતમાં શિયાળા ખૂબ જ મોટી સંખ્યામાં મળી રહેતા હોય છે. શિયાળામાં દરેક વાનગી તેમજ ડ્રાય ફ્રૂટ ખાવા ખૂબ જરૂરી બને છે. ત્યારે ખજૂર તે આરોગ્ય માટે ખૂબ ગુણકારી માનવમાં આવે છે. ત્યારે ખજૂરનું સેવન શું આપ કરો છો તો આવશ્ય જાણો આ વાત.જો ના કરતાં હોવ તો આજે જ સેવન કરો આરોગ્યને મળશે ખાસ ફાયદા.
ખજૂરના રંગ રૂપ આકાર વિશે થોડું :-
ખજૂરના વૃક્ષ 30 થી ૪૦ ફુટ લાંબુ, ૩ ફીટ પહોળુ આછુ લીલા રંગનુ અને તેના પાન ૧૦ થી ૧૫ ફુટ લાંબા હોય છે. તે ૧ થી દોઢ ઈંચ લાંબા, અંડાકાર અને ઘાટા લાલ રંગના ફળના ફળ હોય છે.
એક ખજૂરની પેશીમાં કેટલી માત્રમાં પોષણ મળી રહે છે તેના વિશે થોડું :-
પ્રોટીન – ૧.૨ %
ફેટી એસિડ – ૦.૪ %
કાર્બોઝ – ૮૫ %
મિનરલ – ૧.૭ %
કેલ્શિયમ – ૦.૦૨૨%
પોટેશિયમ – ૦.૩૨%
ખજૂર ખાવાથી મળશે ક્યાં લાભ ?
ખજૂર મુખ્ત્યવે રીતે ખૂબ જ પૌષ્ટિક અને ગુણકારી માનવમાં આવે છે. કારણ ખજૂરમાં દરેક શરીર માટે જરૂરી પોષણ મળી રહે છે. ખજૂર તે અનેક રીતે સ્વાસ્થ્ય તેમજ તમારા ડાયટમાં ખૂબ ઉપયોગી બને છે.
- ખજૂરએ હાડકાંને એકદમ મજબૂત કરે છે. ત્યારે શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે.
- ખજૂર ખાવાથી શરીરનું વજન વધે અને તંદુરસ્ત રહેવાય છે.
- દૂધ સાથે નિત્યક્રમે ખજૂર લેવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધશે.
- ખજૂર ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે .
- ખજૂર તે સર્દી તેમજ ઉધરસમાં ખૂબ ગુણકારી છે, તેમાં પણ તેનું પાણી તે શરીરમાં તે સમયે અસરકારક બને છે.
- ખજૂર ઉતમ રીતે બાળકના પોષણ માટે ખૂબ અગત્યની અને ગુણકારી કહેવાય છે, ત્યારે દરેક સગર્ભા સ્ત્રી જો તેનું સેવન કરે તો બાળક સુંદર તેમજ તંદુરસ્ત જન્મે છે.
- ખજૂર ખાવાથી રોજિંદા જીવનમાં થાક કે પછી હાથ-પગના દુ:ખાવા દૂર થાય છે.
- ખજૂર તે હાઇ કોલેસ્ટ્રોલ તથા કબજિયાતને લગતી દરેક સમસ્યામાં ખૂબ ઉપયોગી બને છે.
- ખજૂર તે એક કમ્પ્લિટ ડાયટ છે તેવું કહેવાય છે, તો તેનું સેવન દરરોજ કરવાથી આરોગ્ય એકદમ સ્વસ્થ રહે છે.
- ખજૂર તે એ વ્યક્તિ માટે ખૂબ ગુણકારી છે જેને દિવસભર દોડા-દોડી કરતાં હોય તો તેને દિવસમાં સવારે ૨-૪ પેશી ખાવી જોઇયે જેથી કરી તેને સ્ફૂર્તિ રહે.
- ખજૂરનું સેવન કરવાથી આતરડાના કેન્સરની બીમારીમાં રક્ષણ આપે છે.
- ખજૂર ડાયટ કરતાં હોય તેના માટે ખૂબ લાભદાયી છે, કારણ ખજૂરમાં ફેટ અને કોલેસ્ટ્રોલ ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે અને તેમાં વિટામિન અને મીનરલ્સ ખૂબ વધારે સંખ્યામાં જોવા મળે છે.
- ક્યારેક ગળ્યું ખાવાની ઈચ્છા મનમાં થતો હોય, ત્યારે ખજૂર એ તમારી મીઠું ખાવાની ઈચ્છા પૂરી કરશે.
- ખજૂર તે ઇન્સ્ટન્ટ એનરજી આપે છે. તેમાં કુદરતી ખાંડ હોય છે તેથી તેના અનેક ફાયદા અનુસાર થતાં જોવા મળે છે.