વર્ષ 2019ની સરખામણીએ જામીન પર મુકત કરાયેલા કેસ સુનાવણીની સંખ્યામાં 2.06 લાખનો ઘટાડો
અબતક, નવી દિલ્હી
દેશન જેલોમાં કાચા કામના કેદીની સંખ્યામાં અધધ… વધારા સાથે 75 ટકા કેદીનો વધારો જોવા મળ્યો છે જેમાં તારીખ પે તારીખથી લોકો ન્યાયથી વંચિત રહે છે. આથી કેસોનો ભરાવો જોવા મળે છે સમયસર ન્યાય મળવા સમાન છે. કેસના વધારાથી કેસ ચલાવવાની સિસ્ટમ બદલાય રહી છે.
જેલમાં ક્ષમતા કરતાં વધારે કેદી પુરવામાં આવ્યાનું મુખ્ય કારણમાં ખરી સુનાવણી બાકી
વધુ વિગત મુજબ તાજેતરમાં એન.સી.આર. બી. દ્વારા આપવામાં આવેલા રિપોર્ટમાં વર્ષ 2019ની સરખામણીએ જામીન પર મુકત કરાયેલા આરોપીની કેસની સુનાવણીની સંખ્યામાં 2.06 લાખનો ઘટાડો થયો છે. દોષિતાની સંખ્યામાં ઘટાડો થયો છે. આથી કાચા કામના કેદીની સંખ્યામાં સતત વધારો જોવા છે.
જેલ રહેલા કાચા કામના કેદીના કેસ ચલાવવામાં તાીરખ પે તારીખ પડવાના કારણે જેલમાં કાચાના કામના કેદીઓથી ઉભરાય રહી છે.આ ઉપરાંત જેમની ધરપકડ કરવામાં આવી હોય તેવા કેદીઓ સામેનો કેસ ઝડપીથી ચલાવ્યાની વ્યવસ્થા કરવામાં આવે તેમજ કેટલાક કેદીઓનો કેસ ચાલે અને તેને નિર્દોષ ઠરાવવામાં આવે તે પૂર્વે જેલવાસ ભોગી ચુકયા હોય છે. અનેક કેદીઓની સજા પુરી થઇ ગઇ હોવા છતાં તેમને મુકિત મળતી નથી કારણ કે મુકત કરવા માટે કાનુની અને વહીવટી પ્રક્રિયાનું કામ બાકી હોય છે. સજા પુરી થયા પછી એક દિવસ પણ કોઇને જેલમાં પુરી રાખવાનો અધિકાર બંધારણો કોઇને આપેલો નથી.
સુપ્રિમ કોર્ટે વિચારધીન એટલે કે કાચા કામના કેદીઓની ભારતીય જેલોમાં સતત વધતી રહેલી સંખ્યા પ્રત્યે ચિંતા વ્યકત કરી છે. જેલમાં કેદીઓની સ્થિતિ પર મુલ્યાંકન કરી રહેલી સુપ્રિમ કોર્ટના ઘ્યાનમાં આવ્યું કે દેશની સંખ્યાબંધ જેલોમાં ક્ષમતા કરતા વધુ કેદીઓને પુરવામાં આવ્યા છે. એનું મુખ્ય કારણ એ જ છે કે જેના કેસની આખરી સુનાવણી હજુ બાકી છે આવા કાચા કામના કેદીઓની સંખ્યા વધારો છે આવા કાચા કામના કેદીઓની સંખ્યા 75 ટકાથી વધુ છે આ પ્રકારના કેદીઓની આટલી મોટી સંખ્યા ખરેખર તો આપણી ન્યાય પ્રણાલિકા સામેનો જ મોટો પ્રશ્ર્નાર્થ છે.