દિલ્હીની પરિયાલા હાઉસ કોર્ટે દોષીઓ પાસે કાયદાકીય વિકલ્પ હોવાનાં આધાર પર ડેથ વોરંટ પર રોક લગાવી
૨૦૧૨માંં થયેલા ચકચાર નિર્ભયા ગેંગ રેપ કેસનાં આરોપીઓને કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળવામાં આવી છે. પરં તુ જે રીતે કાદાની સાથે રમત રમી રહેલા લોકોનાં કારણે ફાંસી ફરીથી ટળી છે. દિલ્હીની પરિયાલા હાઉસ કોર્ટે કેટલાક દોષિઓ પાસે કાયદાકીય વિકલ્પ હોવાનાં આધારે શુક્રવારે ડેપ વોરંટ પર રોક લગાવી છે.
વારંવાર બીજીવાર દોષીઓની ફાંસી ટળવાથી નિર્ભયાની માતાની જાણે ધીરજ ખુટી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય બાદ તે કોર્ટની બહાર રડી પડી હતી અને રોતા રોતા જણાવ્યું હતું કે સાત વર્ષ પહેલા તેમની દિકરી સાથે ગુનો બન્યો હતો અને સરકાર વારંવાર ગુનેગારો સામે ઝુંકાવી રહી છે.
આ સાથે જ તેમણે કહ્યું હતું કે જયાં સુધી તેમની દિકરીને ન્યાય નહી મળે, ત્યાં સુધી તે લડાઇ ચાલુ રાખશે. વધુમાં નિર્ભયાની માતાએ જણાવતા કહ્યું હતું કે ગુનેગારોના વકીલ દ્વારા પણ તેમને પડકાર ફેંકયો હતો અને કહ્યું હતું કે ગુનેગારોને અનંતકાળ સુધી ફાંસી નહી અપાઇ.
વધુમાં નિર્ભયાનાં માતાએ માહીતી આપતા જણાવ્યું હતું કે તેઓ સરકાર પાસે કોર્ટ પાસે અને કથળેલી ન્યાય પ્રણાલીના કારણે અનેક વિદ્ય ગુનેગારો અનેક વિધ રીતે છુટી રહ્યા છે. તેમને જણાવ્યું હતું કે ગુનેગારો જે ઇચ્છતા હતાં તેજ થયું અને તે તેમની સામે અત્યંત નબળી પુરવાર થઇ છે.
નિર્ભયા કાંડના ચાર આરોપીઓમાંથી મુકેશ નામક આરોપી પાસે હવે કોઇ કોઇ વિકલ્પ રહ્યો નથી.જયારે આરોપી અક્ષય પાસે દયાની અરજી, તથા દયા અરજી વિ. સુપ્રિમનો વિકલ્પ બચ્યો છે. કોર્ટે પુન: વિચાર અરજી અને કયુરેટીવ પીટીશન અરજીને નકારી કાઢી છે. એવી જ રીતે બીજો આરોપી પવન પાસે હજુ ત્રણ વિકલ્પો બાકી છે, જેમાં કયુરેટીવ પીટીશન, દયાની અરજી અને દયા અરજી વિ. સુપ્રિમ, કોર્ટે તેની પુન: વિચાર અરજી નકારી કાઢી છે. એવી જ રીતે ચોથો આરોપી વિનય પાસે પણ ર વિકલ્પ બાકી છે. જેમાં દયાની અરજી અને દયા અરજી વિ. સુપ્રિમ જયારે કોર્ટે પુન: વિચાર અરજી અને કયુરેટીવ પીટીશન કોર્ટે નકારી કાઢી છે. ત્યારે આ તમામ મુદ્દે કોર્ટે ઘ્યાન કેન્દ્રીત કરીએ વાતની સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ સંજોગોમાં ડેથ વોરંટ પ્રમાણે ૧લી ફેબ્રુઆરીના રોજ ફાંસીની સજા આપી શકાય નહી
ત્યારે કોર્ટે તિહાર જેલ પ્રશાસન પાસે રિપોર્ટ માંગ્યો છે. અને શકયતા છે કે દોષિતો માટે નવો ડેપ વોરન્ટ જાહેર કરી શકાઇ