કાયદાની છટકબારીથી નિર્ભયાના દોષિતો વધુ એક વખત ફાવી ગયા
દેશના યોગ્ય સંચાલન માટે કાયદો વ્યવસ્થા અગત્યની ભૂમિકા ભજવે છે. પરંતુ હાલમાં લોકો કાયદાને ડે હાથ લઈ રહ્યા છે. લોકોને કાયદાનો ડર પણ નથી રહ્યો. તેથી અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ દેશમાં થઈ રહી છે. કાયદાની છટકબરીના કારણે ગુન્હેગારોને રાહત મળતી હોવાનું ઉદાહરણ નિર્ભયાનો કેસ પુરૂ પાડી રહ્યો છે. આપણી કાયદા વ્યવસ્થા અનુસાર ૧૦૦ દોષિત ભલે છુટી પરંતુ એક નિદોષૅને સજા ન મળવી જોઈએ ત્યારે ૨૦૧૨માં દિલ્હીમાં થયેલા નિર્ભયા કાંડમાં પણ કયાંક આ જ પરિસ્થિતિ છે. ૧૭મી ફેબ્રુ. દિલ્હી કોર્ટે આદેશ આપ્યો હતો કે ત્રણેય આરોપીને ૩ માર્ચે સવારે ૬ વાગ્યે ફાસી આપવામા આવશે. જે અંગે ચાર આરોપી પૈકી એક દ્વારા રાષ્ટ્રપતીને દયા અરજી કરવામાં આવી હતી. પરંતુ આ અરજી રદ થઈ હતી. અદાલતે સ્પેશ્યલ પ્રોસીકયુટર ઈરફાન અહેમદને આ વાતે સાંભળ્યો હતો કે આ વાતનો નિર્ણય કેદીધારા મુજબ લેવાનો હોય છે. કે, હુકમ અને સજાનો અમલ સ્થગિત કરવો કે નહિ આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે છુપછુપામણીનો આ ખેલ હવે પૂરો કરવો જોઈએ અને ગંભીર સજા માટેના તમામ અવરોધશે દૂર થવા જોઈએ. કોર્ટે એ વાતની નોંધ પણ લીધી હતી કે આ કેસમાં સજાના વિલંબનો કુદરતી ન્યાયની રીતે અંત આપવો જોઈએ. કોર્ટે નિર્ભયાકાંડના આરોપીઓની દયાની અરજીના દરેક તબકકાઓ સુધી ફાંસીની સજાના અમલ સામે ‘રૂક જાવ’નો આદેશ આપ્યો છે. જે અંગે ફિલ્મસ્ટાર ઋષી કપુર દ્વારા પણ ટવીટ કરવામાં આવ્યું હતુ કે હવે નિર્ભયા કાંડ આરોપીઓને ફાંસીક આપવી જ જોઈએ આ ઉપરાંત આ નિર્ણય આરોપીઓ માટે છેલ્લી તક છે. તેવું પણ નિષ્ણાંતો માની રહ્યા છે. દયાની અરજીની આ પ્રક્રિયા બાદ હવે આરોપીઓ પાસે મૃત્યુને પાછુ ઠેલવા માટે કોઈ બહાનું ના હોય અલબત મૃત્યુ અને જન્મની તિથી કુદરત નકકી કરે છે. ત્યારે આરોપીઓ અદાલતના ડેથ વોરંટની તારીખ જાણે છે. મૃત્યુ લોકની તિથી સામે કદાચ સેટ ન થતી હોય, નિર્ભયા કાંડ ના ચારેય આરોપીઓને મૃત્યુ દંડ માટેની વધુ એક તારીખની પ્રક્રિયા શરૂ થઈ છે.
સોમવારની સુનાવણી દરમિયાન અધિક સેશન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ ફાંસીના સજાના અમલમાં માફીની અરજી એક જ ઝાટકે ખારીજ કરી દીધી હ તુ પરંતુ અદાલત એ વાતની નોંધ લીધી હતી કે ચાર આરોપી પૈકી એકની દયા અરજી રાષ્ટ્રપતિ સમક્ષ છે તે માટે સુપ્રિમ કોર્ટમાં કયુરેટીવ પીટીશનની પ્રક્રિયા ચાલે છે. આરોપીઓ ફાંસીનો અમલ અટકાવવા માટે છેલ્લી ઘડી સુધીના પ્રયાસોમાં લાગી ગયા છે. આરોપી પવન અને અક્ષય સજા માફી માટેના અરજદાર બન્યા છે તેમના વકીલ એ.પી.સીંગે દલીલ કરી હતી કે તેમના અસીલોની દયાની અરજી રાષ્ટ્રપતિના દરબારમાં છે. અદાલતે સ્પેશ્યલ પ્રોસિકયુટર ઈરફાન અહેમદને એ વાતે સાંભળ્યો હતો કે આ વાતનો નિર્ણય કૈડીધારા મુજબ લેવાનો હોય છે કે હુકમ અને સજાનો અમલ સ્થગીત કરવો કે નહી તેમણે જણાવ્યું હતુ કે છુપછુમાણીનો આ ખેલે હવે પૂરો કરવો જોઈએ અને ગંભીર સજાના અમલ માટેના અવરોધો દૂર થવા જોઈએ કોર્ટમાં દયાની અરજીનું પ્રમાણ અને તેને ગ્રાહ્ય રાખવા માટેના નિયમોનું પાલન અને કયાં સુધી સજાનો અમલ અટકાવતા રહીશું તેવો સવાલ કર્યો હતો બચાવ પક્ષે દલીલ કરી હતી કે હવે એક માત્ર વિકલ્પ રહ્યો છે તેને ધ્યાને લેવો જોઈએ.