કેન્દ્ર સરકાર દ્વારા છ માસનો વધારો કરવામાં આવ્યો

કેન્દ્ર સરકારે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ ફરી વધારવામાં આવી છે. આધાર સાથે પાન લિંક કરાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી, જેને વધારી 31 માર્ચ 2022 કરી દેવામાં આવી છે. જે અંગેની માહિતી  નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી.

બીજી તરફ અનેક લોકોને એ તકલીફનો પણ સામનો કરવો પડે છે કે તેમનું  પાનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થયું છે કે નહીં. ત્યારે આ સમસ્યાનું નિવારણ માટે લોકો ઈન્કમટેક્ષની વેબસાઈટ પર તપાસ કરી શકે છે. જેના માટે તેઓએ સૌથી પહેલા વેબસાઈટ પર જઈ આધારકાર્ડમાં આપેલું નામ દાખલ કરવાનું રહેશે , ત્યાર પછી પાન નંબર અને આધાર નંબર નાખવો પડશે. આધાર કાર્ડ વાળા ઓપશનમાં જન્મ તારીખ અને વર્ષ લખ્યા બાદ તેઓએ  નીચે આપેલા કૈપ્ચા કોર્ડ દાખલ કારવાનો રહેશે જે બાદ આધારકાર્ડ પાનકાર્ડ સાથે  લિંક થઈ જશે.

આધારકાર્ડને પાનકાર્ડ ને લીંક કરવાની જે તારીખમાં વધારો કરવામાં આવ્યો છે તેનું એક કારણ એ પણ છે કે કોરોના કાળમાં લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જેને ધ્યાને લઇ તેમના દ્વારા આધાર અને પાનકાર્ડ ને લિંક કરાવવા માં નિષ્ફળ રહ્યા હતા જેથી વધુ છ મહિનાનો સમય કેન્દ્ર સરકાર અને નાણામંત્રાલય દ્વારા આપવામાં આવ્યો છે. આ પહેલા પણ કેન્દ્ર સરકાર દ્વારા તારીખ અનેક વખત વધારવામાં આવી છે ત્યારે જોવાનું એ રહ્યું કે આગામી છ માસ સુધીમાં કેટલા લોકો આધાર કાર્ડ અને પાનકાર્ડ ને લિંક કરાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.