જુનાગઢના દાતાર પર્વત પર બિરાજતા કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યાના દર્શન છેલા અઢી માસથી કરોના મહામારીના કારણે ભાવિકો માટે બંધ કરવામાં આવેલ હતા, જે હવે આગામી ૮ જૂન સોમવારથી દર્શન માટે ખુલી રહ્યા છે.
ત્યારે દાતારના મહંત ભીમ બાપુ દ્વારા તમામ દાતારના ભક્તોને એક જાહેર નિવેદન દ્વારા જણાવેલ છે કે, સરકાર અને પ્રશાસનના નિયમોને આધીન ઉપલા દાતારની ધાર્મિક જગ્યાના ત્રણ હજાર પગથિયાં ચડીને આવતા તમામ ભાવિકોએ દર્શન માટેના નિયમોનું ચુસ્ત પણે પાલન કરવું પડશે.
તમામ ભાવિકોએ દિવસ દરમ્યાન સૂર્યોદયથી સૂર્યાસ્ત પહેલાં દાતાર પર્વત ઉપરથી દર્શન, પ્રસાદ લઈને નીચે ઊતરી જવું પડશે અને બપોરની લોબાન આરતીમાં કોઈ પણને સામેલ નહિ કરાય. દર્શન માટે ભાવિકોને જગ્યામાં પ્રવેસતા પહેલાં ફરજ ઉપર ના એસ.આર.પી. જવાનો દરેક ભાવિકોનું થર્મલ મશીનથી ટેમ્પ્રેચર સ્કેનીગ સાથે સેનીતાયજરથી હાથ સાફ કરાવી, દરેક ભાવિકોએ મોઢા ઉપર માસ્ક પહેરવું ફરજિયાત છે. માસ્ક વગરના ભાવિકોને જગ્યામાં પ્રવેશ અપાશે નહિ, અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે દાતાર બાપુની ગુફામાં એક એક ભાવિકને પ્રવેશ આપીને દર્શન કરાવશે, અને બહારના ભાગે પ્રસાદ માટે એક થાળામાં બેજ ભાવિકોને બેસાડી પ્રસાદ પીરસાશે, અને દર્શન તથા પ્રસાદ લઈ લીધા બાદ ભાવિકોએ પરત ફરવાનું રહેશે