ફેસબુકે કહ્યું છે કે, ગયા મહિને ફરી તેમના સોફ્ટવેરમાં થોડા ગોટાળા આવ્યા હતા. તેના કારણે દુનિયાના 1 કરોડ 40 લાખ યુઝર્સના અંગત ડેટા લીક થઈ ગયા છે. જોકે ફેસબુકે એવુ પણ કહ્યું છે કે, આ સમસ્યાનો ઉકેલ લાવી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ ફેસબુક પર ડેટાલીકનો આરોપ લાગ્યો હતો. કેમ્બ્રિજ એનાલિટિકા પર 5 કરોડ ફેસબુક યુઝર્સનો ડેટા લઈને અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. તે વિશે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ખુલાસો પણ કર્યો હતો. હવે ઈમ્ફોર્મેશન અને ટેક્નોલોજી વિભાગે યુઝર્સના ડેટા મોબાઈલ કંપનીઓને શેર કરવા મામલે 20 જૂન સુધી જવાબ માગ્યો છે.

 

ફેસબુકે કહ્યું- સોફ્ટરવેરમાં ગોટાળાના કારણે યૂઝર્સની પોસ્ટ પબ્લિક થઈ ગઈ

ફેસબુકે તેમના નિવેદનમાં કહ્યું છે કે, સોફ્ટવેરમાં ગોટાળાના કારણે યુઝર્સની માત્ર નવી પોસ્ટ નહીં પરંતુ ફ્રેન્ડસ ઓનલીમાં નાખેલા મેસેજ પણ જાહેર થઈ ગયા છે.ફેસબુકની પ્રાઈવસી ઓફિસર ઈરિન ઈગને કહ્યું છે કે, કંપનીને તેમના સોફ્ટવેરમાં ગોટાળાની માહિતી મળી હતી. જોકે તેના કારણે જૂની પોસ્ટ ઉપર કોઈ અસર થઈ નથી.

અમે તે યુઝર્સની ઓળખ કરી રહ્યા છીએ જેમની પોસ્ટ પબ્લિક થઈ ગઈ છે.તેમણે એવું પણ કહ્યું છે કે, સોફ્ટવેરમાં ગોટાળાનો પ્રોબ્લેમ 18મેથી 27 મે દરમિયાન સામે આવ્યો હતો, જેને અમે 22મેના રોજ જ ઠીક કરી દેવાનો પ્રયત્ન કર્યો હતો. અમને આ પ્રોબ્લેમની જાણ થતા અમે યુઝર્સને ફરી એક વાર તેમની પોસ્ટની તપાસ કરી દેવાનું પણ કહ્યું હતું. જેથી તેઓ ખાતરી કરી શકે કે તેમના એકાઉન્ટમાંથી આ પ્રોબ્લેમ સોલ્વ થયો છે કે નહીં.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.