ડેટા સ્ટોર કરવાના નિર્ણયથી એમેઝોન, અમેરિકન એકસપ્રેસ અને માઇકોસોફટનો વિરોધ
ભારતના ડેટા વર્તમાન સમયની સૌથી મોટી જવાબદારી છે. ફેસબુક ડેટા ચોરી બાદ દેશ વધુ સચોટ બન્યું છે. માટે દેશના ડેટા ભારતમાં જ સ્ટોર થાય આ વાતનો વિદેશી કંપનીઓ એમેઝોન, અમેરિકન એકસપ્રેસ, અને માઇક્રોસોફટ વિરોધ કરી રહી છે. ભારત વિશ્વાસનીયત કેળવવા માટે આ નિર્ણય લઇ રહ્યું છે. પરંતુ જો ભારતમાં જ તમામ ડેટાનો સ્થાનીક સંગ્રહ કરવામાં આવે તો વિદેશી રોકાણકારી કંપનીઓને નુકશાન થાય માટે ટેકનોલોજી એકઝીકયુટીવ અને ટ્રેડ ગ્રુપોએ તેમની વ્યથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓફીસે વ્યકત કરવા અંગેની તૈયારી કરી છે.
કારણ કે ટેકનોલોજી યુગમાં ડેટા જ સર્વત્ર છે. ભારત ઇચ્છે છે કે દેશના ડેટાનો સંગ્રહ ભારતમાં જ થાય પણ આ નિર્ણયથી વિદેશી રોકાણકારી કંપનીઓએ વાંધો ઉઠાવ્યો છે. જો કે ભારત સરકારે આ મુદ્દે મકકમતા દર્શાવી છે પરંતુ હજુ કોઇ ફાઇનલ નિર્ણય લેવામાં આવ્યો નહી. યુ.એસ. ભારત ટેરીફ અને મેડીકલ સાધનોને લઇ વેપાર ઉઘોગી સંબંધો સાથે જોડાયેલું હોવાથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. ડેટા લોકલાઇઝેશનથી ભારતમાં વેપાર વૃઘ્ધી થશે અને સર્વિલેન્સ સરળ બનશે. જેથી ઇન્ટરનેટ જાયન્ટ કંપનીઓ ચિંતામાં છે.
આ મુદ્દે ઇન્ડિયા-યુએસ ટ્રેડ લેવલ પર ચર્ચા કરવામાં આવશે. ફેક ન્યુઝ, ડેટા ચોરીનું વલણ વધતા દેશ પર સામાજીક અને આર્થિક અસરો થઇ રહી છે. જયારે ડેટા ચોરી બાદ ભારતે ઇન્ટરનેટ જાયન્ટ કંપનીઓ પાસેથી મદદ માગી હતી ત્યારે તેમણે ચોખ્ખી મનાઇ કરી હતી. ડેટા સંગ્રહનું કડક અમલીકરણ કરવાથી ડેટા સર્વિલન્સ અને ઇન્વેસ્ટીગેશન સરળ બનાવાની સાથે સચોટ પણ બનશે. અને ભારતે અન્ય કંપનીઓ પર નિર્ભર નહી રહેવું પડે.
સરકાર કેસલેસ ઇકોનોમી અને ડીજીટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા તરફ આગળ વધી રહયું છે. કારણ કે ચીન બાદ ભારત સૌથી મોટી માર્કેટ ધરાવે છે અને ઓનલાઇન શોપીંગ અને સોશ્યિલ નેટવકીંગનો ઉપયોગ પણ ભારતમાં મોટા પ્રમાણમાં થાય છે માટે હવે સરકાર ડેટાની સુરક્ષાને લઇને કોઇ પણ નિર્ભર રહેવા માંગતુ નહીં.