1960 પછીના ઇન્ફરમેશન ટેકનોલોજીના યુગમાં સીડીરોમ, ફલોપી, પેન ડ્રાઇવ, હાર્ડ ડિસ્ક બાદ આજે ટેરા બાઇટ યુગમાં ડેટા સાચવવા બાબતે લોકોમાં જનજાગૃતિ વધી છે
વિશ્વ બેક અપ દિવસ એપ્રિલ ફુલ દિવસના આગલા દિવસે આવતો હોવાથી ટીખળખોરો અને હેકર્સ, અસંદિગ્ધ વ્યકિતઓ પર રમુજ કરવાની તક ઝડપે છે
આજના ઇન્ફરમેશન ટેકનોલોજીના યુગમાં દરેક વ્યકિત તેનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે તેના પોતાના ડેટા સાચવવા વિવિધ સુવિધાનો ઉપયોગ કરે છે. કોમ્પ્યુટર , લેપટોપ, મોબાઇલ કે સ્માર્ટ ફોનના આજના જમાનામાં ઇન્ટરનેટનું પ-જીનું વર્ઝન ચાલુ છે. ને 6-જી નું આગમન પણ થઇ જવાનું છે ત્યારે ગુગલ ડ્રાઇવ સાથે ફોન સ્ટોરેજમાં પોતાનો ડેટા બધા સ્ટોર કરે છે.
આજે વિશ્વ બેક અપ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં યોજાય રહી છે. ત્યારે જે વ્યવસાયકારો નેટ મારફત વ્યવસાય કરે છે તે તેના ડેટા બાબતે વિશેષ દરકાર કરતા જોવા મળે છે. કોમ્પ્યુટર પર થતાં વિવિધ વાય રસોના એટેકને કારણે ડેટા નાશ પામી જતો હોય પણ બેકઅપ લીધેલ હોય તો તેને ફરીથી પુન: સ્થાપિત કરી શકાય છે.વૈશ્ર્વિક સ્તરે 1960 પછીના યુગમાં ટેકનોલોજીએ પ્રારંભમાં સીકી રોમ, ફલોપી, પેન ડ્રાઇવ, હાર્ડ ડિસ્ક બાદ આજે ‘ટેરાબાઇટ’ ના સાચવણી યુગમાં ડેટા સ્ટોરેજ ઘણી સુવિધા ઉપલબ્ધ છે.
આઇ કલાઉડ જેવા ઓનલાઇન સ્ટોરેજ પ્રથા પણ અત્યારે હોટ ફેવરીટ ગણાય છે.વર્લ્ડ બેક અપ ડે 2023 ઉપર તમારા મહત્વ પૂર્ણ ડેટાનો બેક અપ લો, ટેસ્ટ સિસ્ટમનો ઉપયોગ સાથે અન્યોને પણ આ બાબતે જાગૃત કરો સાથે સાયબર સુરક્ષા પ્રથાઓની સમીક્ષા પણ કરતાં રહો. તમારી સંવેદનશીલ માહીતીને સુરક્ષીત રાખો. આજના યુગમાં તો ઘણા લોકો દર માસે મસમોટા ખર્ચ પણ કરે છે.2011 થી ઉજવાતા આ દિવસનો પ્રારંભ એક ઓનલાઇન ચર્ચામાંથી થયો હતો. આજના યુગમાં સ્ટોરેજ અને બેક અપ બે મહત્વના શબ્દો ગણાવા લાગ્યા છે. સામાન્ય લોકો પણ તેના પરિવારના ફોટા વિડીયો જેવું સાચવી રાખે છે, ત્યારે મહત્વના વ્યવસાયકારો પોતાના ડેટાને સુરક્ષિત રાખવા સક્રિય પગલાઓ ભરે છે. આજના ડિજિટાઇઝેશન યુગમાં આપણાં ડેટા પહેલા કરતાં વધુ મુલ્યવાન બની ગયા છે.
ડેટાના અચાનક નુકશાન સામે તેનું રક્ષણ કરવું આવશ્યક છે, જો કે તેનું આગોતરુ આયોજન સાથે ડેઇલી બેકઅપ લેવાની પ્રથા પણ અત્યારે મોટાભાગના લોકો અપનાવી રહ્યા છે. હાર્ડ ડ્રાઇવ, એસ.એસ.સી. જેવા ભૌતિક સ્ટોરેજ ના વિકલ્પો જ નહીં પણ કલાઉડ આધારીત સોલ્યુશન પણ છે જે તમારા ડેટાને સુરક્ષિત રિમોટ એકસેસ પ્રદાન કરે.આજનો માનવી ટેકનોલોજી પર નિર્ભર છે. ત્યારે તેના ડેટા સ્ટોરેજ બાબતે જાગૃત થઇ ગયો છે. 13 સપ્ટેમ્બર 1956માં આઇ.બી.એમ. 350 બાહય હાર્ડ ડ્રાઇવનો વિચાર આવેલો, 1960માં કલાઉડ સ્ટોરેજ અને 2011 માં ડેટાને કાયદેસર સ્વરુપ અપાયું હતું.
આજે આ દિવસો પણ વિશ્વમાં ઉજવાયા
- રાષ્ટ્રીય બટાટા દિવસ
- નેશનલ ક્રેયોન કલબ દિવસ
- ક્રિમ ચીઝ ફોસ્ટિંગ દિવસ
- રાષ્ટ્રીય પ્રમોશન દિવસ
- એફિલ ટાવર ડે
- વિશ્વ ટોપી ડે
- દ્રશ્યતાનો વિશ્ર્ન ટ્રાન્સ જેન્ડર દિવસ