મહાશિવરાત્રી નિમિતે દશનામ ગોસ્વામી સમાજ રાજકોટ દ્વારા સતત પાંચમા વર્ષે આયોજીત સનાતન હિન્દુ ધર્મ શિવરથયાત્રા રાજકોટના રાજમાર્ગો પર બમ બમ ભોલે, હર હર મહાદેવ, ૐ નમ: શિવાયનાનાદ સાથે નગર ભ્રમણ કરશે.

જેમાં બાર જયોતિલીંગના અદભૂત દર્શન તથા લોક જાગૃતિ અને સાંસ્કૃતિક, તેમજ ધાર્મિક હેતુ માટેના વિવિધ ફલોટસ હશે આ શિવ રથયાત્રાના માધ્યમથી સનાતન હિન્દુ સમાજમાં એકતા વધે અને સંગઠનમાં મજબુતાઈ આવે તેવા ખૂબજ ઉમદા વિચાર સાકાર કરવા માટે પ્રયત્ન થાય છે.

સનાતન હિન્દુ સમાજ લોધા સમાજમા રામગઢ મંડલા મધ્યપ્રદેશ પ્રદેશમાં અદભૂત વિરાંગના મહારાણી અવતીબાઈ લોધીએ ભારત દેશની આઝાદીનાં ઈ.સ. ૧૮૫૭ વિપ્લવમા સંગ્રામમાં અંગ્રેજોની સામે અનેક લડાઈ લડી, માં ભોમની રક્ષા કાજે પોતાની આહુતિ આપી હતી આવી જ દેશ દાજ અને જુઝા‚ વારસો ધરાવતો લોધા સમાજ મહાશિવરાત્રીનાં પાવન પર્વે દશનામ ગોસ્વામી સમાજ રાજકોટ દ્વારા આયોજીત સનાતન હિન્દુ ધર્મ શિવરથયાત્રામાં બહોળી સંખ્યામાં જોડાઈને વાતાવરણને ધર્મમય બનાવશે.

લોધેશ્ર્વર મહાદેવ યુવા ગ્રુપ દ્વારા રાજકોટમાં વસતા તમામ લોધા સમાજના લોકો તેમજ દરેક ધર્મ પ્રેમી ભાઈઓ, બહેનો બાળકોને ભગવાન શિવની રથયાત્રામાં તા.૧૩.૨ને મંગળવારે બપોરે બે કલાકે કમલેશ્ર્વર મહાદેવ મંદિર કોઠારીયા રોડ સોરઠીયા વાડી સર્કલ પાસે જોડાવવા ભાવભર્યું આમંત્રણ અબતકની મુલાકાતે આવેલા જીજ્ઞેશગીરી ગોસ્વામી, જે.કે.એમ. કલ્પેશ ઉમેશભાઈ ળોધા, ગોપાલભાઈ રામસીંગ જરીયા (લોધા), અજય બાબુભાઈ લોધા, જીજ્ઞેશ દિલીપભાઈ, અમીત જગદીશભાઈ, નીતિન ભૂપતભાઈ, માધવ પ્રવિણભાઈ, પ્રદિપ રાજેશભાઈ, પ્રવિણકરણસિંહભાઈ, યોગેશ લાલજીભાઈ, દિપક દિલીપભાઈ, પ્રકાશ મોહનભાઈ, વિજય ઓમસિંગભાઈ, હસમુખ વાસુભાઈ, ધર્મેશ નંદરામભાઈ, ગોપાલ શાંતિલાલ, ભાવિન વાશુભાઈ લોધા, રાહુલ બાબુભાઈ, કિશન પ્રતાપભાઈ, શનિ ધનશીભાઈ, રવિ વિનોદભાઈ અને કિશન પ્રેમજીભાઈએ પાઠવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.