બોર્ડિંગના નવિનીકરણ માટે ટ્રસ્ટીઓ સહમત: ઘીના ઠામ ઘી પડતા વિઘાર્થીઓ અને વાલીઓને રાહત
દશા સોરઠીયા વણિક સમાજની યાજ્ઞીક રોડ ખાતે આવેલી બોડીંગ બંધ કરવાના વિવાદનો સુખદ અંત આવ્યો છે. આ બોર્ડીગના ટ્રસ્ટીઓ વિઘાર્થીઓના વિકાસ માટે બોર્ડીગના નવીનીકરણ સહીતના પગલા લેવા તૈયાર થાય છે. બોર્ડીગ બંધ થવાની વાતથી શરુ થયેલા આંદોલન બાદ હવે ઘીના ઠામ ઘીમાં રેડાતા વાલીઓ હાશકારો અનુભવી રહ્યાં છે.
આ મામલે અતુલ કોઠારીએ જણાવ્યું હતું કે રાજકોટ મહાજનમાં સહમંત્રી તરીકે કાયરત છું છેલ્લા આઠ વર્ષથી મહાજન સાથે જોડાયેલો છું. અમારા બોડીંગના નોમિનલ પ્રશ્ર્નો ઉભા થયા હતા. તેનું ખુબ જ સુખદ પરિણામ ગઇકાલની મિટીંગમાં ગયા છે. આ મીટીંગમાં મુંબઇથી મોટા મહાનુભાવો આવેલ છે જેમાં પ્રમુર તરીકે નવનીતભાઇ ધાબલીયા, મનુભાઇ માધાણી, જીતુભાઇ શેઠ છે તેને સવારથી જહેમત ઉઠાવી હતી. અને ટ્રસ્ટીઓ અને અહીંના સમાજમાં થોડું ઘણું અંતર પડી ગયું હતું.તેનું તેમણે નિવારણ કર્યુ અને મુંબઇના ટ્રસ્ટીઓનો તેમાં ઘણો સહકાર મળેલ છે. અહીં બોર્ડીગના પડતર પ્રશ્ર્નો તેમજ સમસ્યાઓના નિવારણીની સત્તા આપેલી છે. કે જેથી કરી બોર્ડીગની તકલીફોનું બોડીંગના સુધારા વધારા જેમ કે એક બિલ્ડીંગનું કાર્ય પડતર પડયું છે. તેનું અમે નિવારણ કરશું. બીલ્ડીંગ પાડી નાખવું પડે તો પાડીને નવતર બિલ્ડીંગ બનાવશું જેથી વિઘાર્થીઓને સારી સવલતો મળે તેમજ રહી શકે. અત્યારે અમે એડમિશન આપવાનું શરુ કર્યુ છે. દર વર્ષે ૭૦ થી ૮૦ વિઘાર્થીઓ હોય છે. તેમાં લેડીઝ પણ હો છે અને જેન્ટસ પણ હોય છે. જેના ફોર્મ વિતરણની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે.
નવનીત મણીતલાલ ધાબલીયાએ જણાવ્યું હતું કે હું મુંબઇ રહું છું તેમજ મુંબઇમાં દશા સોરઠીયા જ્ઞાતિ વસે છે જેમાં ૫૦૦૦ ઘરો વસે છે.
તેનો હું પ્રેસિડેન્ટ છું આ બોડીંગનો હું ભૂતપૂર્વ વિઘાર્થી છું આ બોર્ડીગ ફરી પાછી સરસ રીતે ચાલે એમા પ્રયત્નો માટે અમે બધા સાથ સહકાર માટે અહી આવ્યા છીએ. મારી સાથે મુંબઇથી મુંબઇ મહાજનના નાણાકીય ટ્રસ્ટી મનુભાઇ માંધાણી પણ સાથે આવેલા છે. અને માનદ મંત્રી જીતુભાઇ શેઠ તેઓ પણ અમારી સાથે છે અને અમે બધાં ટ્રસ્ટીઓ સાથે મળી આ લોકોને સાથ સહકાર આપવા માટે આવ્યા છીએ આ બોડીંગનો જલ્દીમાં જલ્દી અને સારામાં સારી રીતે વિકાસ થાય તે માટેના અને બધાં તન મન ધનથી પ્રયત્નો કરવા માટે ખાસ આવ્યાં છે. પ્રફૂલ દ્વારકાદાસ વખારીયાએ કહ્યું હતુ કે દશા સોરઠીયા વણિક વિદ્યાલયના ચેરમેન છે.
અમારા ટ્રસ્ટ સાથે અનિલભાઈ ધ્રુવ, મુકુંદભાઈ ધોળકિયા, ભૂપતરાય સંકળાયેલા છે. ઘણા વર્ષોથી અમા‚ ટ્રસ્ટ ખૂબજ સારી રીતે ચાલતું હતુ અને પછી અમને જ‚રીયાત ઉભી થઈ એટલે બીજા ટ્રસ્ટીને પણ લેવાનું નકકી કર્યું છે. અને અન્ય પાપા રાજીઓમા નવનીતભાઈ, જીતુભાઈ વગેરે સંકળાયેલા છે. તેમજ ગઈકાલે અમરી જે મીટીંગ થઈ હતી તેમાં ૫૦ જેટલા સભ્યો ભેગા થયા હતા અને નાના મોટા પ્રશ્ર્નોને ખૂબજ સારી રીતે સોલ્વ કર્યા હતા અને આજથી વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું ચાલુ થયું છે. જેનો અમને આનંદ છે.ભુપેન્દ્ર ગોરધનદાસ ગુપ્તાણીએ જણાવ્યું હતુ કે હું અહી ટ્રસ્ટી તરીકે ફરજ બજાવી રહ્યો છું આ ફરજ છેલ્લા ૧૭ વર્ષથી બજાવી રહ્યો છું અને મારા સાથીદાર અરવિંદભાઈ લાખાણી હતા જેઓએ હમણા રીઝાઈન કરેલું છે. પરંતુ મેં તેમને ઘણા મનાવવાના પ્રયત્નો કરેલા અને અમારા પ્રયત્નો ચાલી રહ્યા છે. આ લેડીઝ હોસ્ટેલ અમારી સંસ્થામાં ન હતી જેને ચાલુ કરવા માટે પ્રયત્નશીલ છીએ મારા વડીલ અને જયેષ્ઠ જે કહો એ પ્રફૂલભાઈ છે.
તેમની રાહબારી નીચે મેં ઘરી બધી જવાબદારી સ્વીકારેલી છે. આ જયારે તકલીફ વાળુ લાગ્યું ત્યારે મેં તેમને વિનંતી કરેલી છે કે જવાબદારી મારા એકલા પર આવતી હતી જેને લઈને મુંબઈના પ્રમુખ આવ્યા અને મીટીંગ યોજાઈ જેનું સુખદ પરિણામ આવ્યું છે.