તમાકુવાળા, સાદા કે મસાલાવાળા પાન હોય ભાવ બધાનો એક જ : બાળથી મોટેરા તમામ મીઠા પાનનો સ્વાદ માણે છે
રંગીલા રાજકોટ શહેરમાં પાન, કાફી, માવાના શોખીનો સતત વધી રહ્યા છે. ત્યારે શહેરમાં લગભગ તમામ જગ્યાએ પાનની દુકાન જોવા મળી રહી છે. રાજકોટ એટલે ચા-પાનની દુકાનોનો મેળો આજની મોંધવારીના યુગમાં માવા-ફાકીના ભાવો આસમાને પહોચ્યા છે. ત્યારે લોકો બધી સામગ્રી લઇને ઘરે જ જાતે બનાવવા લાગ્યા છે. કોરોના કાળના વખતથી ઘરે બનાવતા ફાકી શોખીનોની સંખ્યા સતત વધી રહી છે.
15 થી રપ રૂપિયાના ભાવે મળતી ફાકી સામે રાજકોટના કૃષ્ણનગર મેઇન રોડ, ગુરુપ્રસાદ ચોક, અટીકા ફાટક, મોરબી રોડ, રામનાથ પરા, નિલકંઠ ટોકીઝ મેઇન રોડ જેવા વિવિધ વિસ્તારોમાં લાલ બાદશાહના દશ રૂપિયાના ત્રણ પાન ખુબ જ જાણીતા બન્યા છે. આ પાનનો ચસ્કો બાળથી વૃઘ્ધોને લાગતા હવે મહિલાઓ પણ બે ધડક પરિવાર માટે પાન-મસાલાવાળા લેતા નજરે પડી રહ્યા છે. વધતા પાન-કાફીના ભાવો વચ્ચે શોખીનો માટે રાહત દરની સેવા સમી ‘દશકા તીન પાન’ એ ધીમે ધીમે રંગત જમાવી છે. કૃષ્ણનગર મેઇન રોડ પર ટેલીફોન એકસચેન્જ પાસે ઉભા રહેતા અશરફભાઇ કારેટે (લાલ બાદશાહ) ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવેલ કે અમો વૃઘ્ધો, ગરીબો કે માંગવા વાળા પાસેથી પૈસા લેતા નથી. સાદા-મસાલા વાળા પાન મહિલાઓ લેવા આવે છે. અને પડો કે તમાકુવાળા પાનના શોખીનો ત્રણ પાન બંધાવીને દિવસ દરમ્યાન મિજબાની માણે છે.તેમણે એક સારીવાત જણાવતા કહ્યું કે અમો નાના બાળકો ટીન એજર ને તમાકુ વાળા પાન આપતા નથી. લગ્ન પ્રસંગે અમો આજ ભાવે સ્થળ પર જઇને સેવા આપીએ છીએ. ગરીબ- વૃઘ્ધો કે માંગવાવાળા પાસેથી પૈસા લેતા નથીને મફતમાં પાન ખવડાવવાએ છીએ. સામાન્ય રીતે ર0 રૂપિયાના મળતી ફાકી સામે તે જ વસ્તુ રૂ. 10 માં 3 પાનમાં મળતા તેનો ખાનારો અને ચાહક વર્ગ વધી ગયો છે.