- ચીભડાના ચોરને ફાસીની સજા પાસાના ફતવા સામે ખેડુતોના કચવાટ
Surendranagar News
સુરેન્દ્રનગરના મુળી અને થાનગઢ તાલુકાનામાં જે ખેડૂતો દ્વારા ધોળીધજા ડેમમાંથી પાણીની ચોરી કરવામાં આવે તેમના વિરુદ્ધ પગલાં લેવા માટે પાસાનો ઍક્ટ લાગુ કરવામાં આવે.પાસા ઍક્ટ મુજબ જે પણ ખેડૂત પાણીની ચોરી કરતા પકડાશે તેમને 1 વર્ષ માટે ડિટેઇન (અટકાયત) કરવામાં આવશે અને પગલાં લેવામાં આવશે.રાજ્ય સરકારના આ આદેશ બાદ જિલ્લાના ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.ગણપતભાઈ પટેલ મુળી ગામના ખેડૂત છે. સાથે વાત કરતા જણાવે છે કે, “મુળી, થાનગઢ અને ચોટીલા તાલુકાને પિયત માટે પાણી મળતું નથી. ખેડૂત પાણીની ચોરી ત્યારે કરે છે જ્યારે ખેતી માટે પાણી ન મળતું હોય અને એનું ખેતર સૂકાતું હોય અને એ પણ 2 થી 3 વીઘાના પાણી જેટલી હોય.
“જો ખેડૂતને 1 વર્ષના પાસા થાય તો તેનું આખું ઘર વિખેરાઈ જશે. અને ખેડૂતોને સરકારના આ હુકમથી ખૂબ જ મોટું નુકસાન થશે. રામકુભાઈ કહે છે કે, આ વિસ્તારમાં આઝાદીનાં 75 વર્ષ પછી પણ ખેડૂત પાણી માટે વલખાં મારે છે. સરકાર આ ગામડાઓમાં હજી સુધી સિંચાઈનું પાણી પહોંચાડી શકી નથી. ઉપરથી ખેડૂતોને ડરાવવા માટે અને ધમકાવવા માટે નવા કાયદા લઈ આવે છે. ખેડૂતોમાં તે સરકારી અધિકારીઓનો ખોફ ઊભો કરવા માંગે છે. ગુજરાત પ્રિવેન્શન ઑફ ઍન્ટિ-સોશિયલ ઍક્ટિવિટીઝ ઍક્ટ, 1985, અંતર્ગત “અસામાજિક અને ખતરનાક પ્રવૃત્તિઓને રોકવા માટે, બૂટલેગર્સ, ખતરનાક વ્યક્તિઓ, ડ્રગ અપરાધીઓ, અનૈતિક પ્રવૃત્તિઓના ગુનેગારો, અને મિલકત હડપ કરનારાઓને તેમની નિવારક અટકાયતની જોગવાઈ
કરે છે. 2020માં, આ અધિનિયમમાં સુધારાઓ કરવામાં આવ્યા છે અને બીજા ઘણા ગેરકાયદેસર કૃત્યો કરનારી વ્યક્તિઓને આની હેઠળ ઉમેરવામાં આવ્યા છે, જેવા કે, જુગારના અડ્ડા અને વેશ્યાવૃત્તિના સંચાલકો, ગોહત્યાના અપરાધીઓ, જાતીય ગુનાઓ અને સાયબર ગુનાઓ, વ્યાજખોરોમાં સંડોવાયેલા અને આર્મ્સ ઍક્ટના વારંવાર અપરાધીઓને તેના હેઠળ લાવવામાં આવ્યા હતા.
આ અધિનિયમની કલમ 3 હેઠળ, જો રાજ્ય સરકાર સંતુષ્ટ થાય કે “કોઈ જાહેર વ્યવસ્થાને જોખમમાં મૂકે તેવું જો કામ કરતું હોય તો સરકાર તેની અટકાયત કરી શકે છે.” તે વ્યક્તિને ગુજરાતમાં કોઈપણ સ્થળે અટકાયતમાં રાખી શકાય છે. ગુનેગાર વિરુદ્ધ રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ એક કરતાં વધુ ઋઈંછ નોંધાવેલી હોવી જોઈએ. જો કે, કોઈ ગુનેગાર પર પાસા હેઠળ માત્ર એવા અધિકારી દ્વારા જ કેસ કરી શકાય છે કે તેના અધિકારક્ષેત્રમાં તે રહેતા હોય.
આ કાયદો કેમ લાગુ કરવામાં આવ્યો છે? કલેક્ટર શું કહે છે?
સુરેન્દ્રનગર કલેકટર કે.સી. સંપટ રામકુભાઈ મુળી તાલુકાના ખેડૂત આગેવાન છે. તેઓ જણાવે છે, “ખેડૂતો મંજૂરી વિના પાઇપલાઈનમાંથી પાણી લે છે, તેમના વિરુદ્ધ ગુજરાત સરકારે આ પાસાનો કાયદો લાગૂ કરવાનો હુકમ કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના કલેકટર કે.સી. સંપટ કહે છે, “સુરેન્દ્રનગરમાં ’સૌની’ યોજના થકી ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની પાઇપલાઈનમાંથી પાણીની ચોરીની ઘટના મોટા પાયે બનતી હતી. અમે તેમની સામને પગલાં પણ લીધા છે અને એમને દંડ પણ કર્યો છે. કલેકટર જણાવે છે કે, “એ જાણવા જેવું છે કે આ પગલાં એટલા, માટે લેવાયાં છે કેમકે પાણી લેવા માટે મોટાપાયે એક સમાંતર વ્યવસ્થા ઊભી થઈ છે, જેને રોકવા માટે સરકારે આ આદેશ જાહેર કર્યો છે.v