ઘ્વજારોહણ, રૂદ્રાભિષેક અને પ્રચાર-પ્રસાર સહિતના કાર્યક્રમોનું રુપરેખા ઘડી કઢાશે: આયોજકો અબતકના આંગણે
તા. ૧૩-૨ ને મંગળવારે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે દશનામ ગોસ્વામી સમાજ રાજકોટ દ્વારા શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે તેના અનુસંધાને આગામી તા. ૨૪-૧-૧૮ બુધવારે સાંજે પ વાગ્યે શિવ શોભાયાત્રાનું કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવશે. અન કાર્યાલય સંતો મહંતો વરદહસ્તે ખુલ્લુ મુકવામાં આવશે.
આગામી સમયમાં શિવ શોભાયાત્રા દ્વારા ઘ્વજારોહણ, રૂદ્રાભિષેક, રૂટ ઉપર સમયમાં કરવામાં આવશે. શિવ શોભાયાત્રા તા. ૧૩-ર મંગળવારે બપોરે ર વાગ્યે ગોંડલ રોડ નાગેશ્ર્વર મહાદેવ યજ્ઞ ચારભુજા મારબલ થી થઇને પી.ડી.એમ. કોલેજ સ્વામી નારાયણ ચોક થઇને આનંદ બંગલા ચોક થઇને મવડી મેઇન રોડ થી મવડી ચોકડી થઇને બાયાસીતારામ ચોક થઇને બી.ડી. કામદાર કવાર્ટરમાં સમાપન કરવામાં આવશે.
આ શિવ શોભાયાતાની ખાસીયત એ રહેશે કે આ શિવ શોભાયાત્રાનું સમાજની ૧૧ દિકરીઓ દ્વારા પસ્થાન કરવામાં આવશે તેવું અબતકની મુલાકાતે આવેલા ગોસ્વામી દોલતપુરી અર્જુનપુરી, ગોસ્વામી સુનીલગીરી જયેન્દ્રીગીરી, ગોસ્વામી જીજ્ઞેશગીરી ગોપાલગીરી, ગોસ્વામી વિશાલવન વિનોદવન, ગોસ્વામી પિયુષગીરી યોગેશગીરી, ગોસ્વામી રમેશગીરી બળવંતગીરી અને ગોસ્વામી જીતેન્દ્રગીરી રમણીકગીરીએ કહ્યું હતું.