દશાબ્દિ મહોત્સવ, વચનામૃત દ્વિશતાબ્દિ વર્ષ, મકરસંક્રાંતિ પર્વ, હરિપ્રસાદ સ્વામી અક્ષરવાસી થયાના ૧૦ વર્ષ તેમજ ગોપીનાથ સ્વામી અક્ષરવાસી થયાના સો વર્ષ પૂર્ણ થતા પાંચ દિવસીય ધર્મોત્સવ ઉજવાયો
અમરેલી જીલ્લાના તરવડા ગામે ગુરૂકુલ પરીવારમાં સૌના ગુરુસ્થાને બિરાજતા મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ અને સ્વામી હરિપ્રસાદદાસજી સ્વામીની ઈચ્છા અનુસાર આજથી દસ વર્ષ પહેલા નવ્ય ભવ્ય મંદિરની સ્થાપના કરી. ઘનશ્યામ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવેલ જેને ચાલુ વર્ષે દસ વર્ષ પુરા થયા. આ દશાબ્દી મહોત્સવ તથા વચનામૃત દ્વિશતાબ્દી વર્ષ, મકરસંક્રાંતિના પુનિત પર્વ તથા હરિપ્રસાદસ્વામી અક્ષરવાસી થયા તેને દસ વર્ષ થતા તેમજ ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજના ગુરુ સંપ્રદાયના વિદ્ધાન સંત પુરાણી ગોપીનાથસ્વામી અક્ષરવાસી ગયા તેને સો વર્ષ પૂર્ણ થયા.
આ વિવિધ કાર્યક્રમોને નવ્ય ભવ્ય રીતે ઉજવવાનો તરવડા ગુ‚કુલના સંચાલક પુરાણી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે અને ગુરૂકુલ પરીવારના ગુરુસ્થાને બિરાજતા સદગુરુ દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ સાથે ઉજવાયો હતો. જેમાં સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન તરીકે તરવડા નિવાસી હાલ અમેરિકા રહેતા ગુરૂકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી મનુભાઈ હરિભાઈ પટોળિયા, દેવરાજીયા નિવાસી હાલ અમેરિકા રહેતા ગુરૂકુલના ભુતપૂર્વ વિદ્યાર્થી ધીરૂભાઈ જેરામભાઈ બાબરિયા, રાકેશભાઈ, અશ્વિનભાઈ, હિરેનભાઈ તથા સમઢિયાળા નિવાસી હાલ અમેરિકા રહેતા નેવિલભાઈ નાનજીભાઈ ગજેરા હાજર રહ્યા હતા.
યોગાનુયોગ યજમાન મનુભાઈ પતોળિયાને ૭૫ વર્ષ પૂર્ણ થયા તથા તેમના લગ્ન જીવનના ૫૦ વર્ષ પુરા થતા સ્મૃતિચિન્હ તથા મસ્તક પર ઘનશ્યામ મહારાજનો પ્રસાદીનો સાફો પહેરાવી સન્માન કરાયું હતું. આ દશાબ્દી મહોત્સવના અનુસંધાને ધુન કુટીર બનાવવામાં આવી હતી. જેમાં છેલ્લા એક માસથી સતત રાત-દિવસ ધુનનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે ૨૫ કુંડી મહાવિષ્ણુયાગ, વચનામૃત તેમજ ભકતચિંતામણિ અનુષ્ઠાન યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ ભાગ લીધેલ.
મકરસંક્રાંતિના પૂણ્ય પર્વે ગૌપુજન, રકતદાન કેમ્પ તથા નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ગ્રામ્ય વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ. ગીરની ગાયોના નિવાસ માટે આધુનિક નૂતન ગૌશાળા બનાવવા માટે તથા અમરેલી મુકામે ધર્મજીવન હોસ્પિટલ બનાવવાનો શુભ સંકલ્પ કરવામાં આવેલ અને તેનો શિલાન્યાસવિધિ કરવામાં આવેલ આ ધર્મજીવન હોસ્પિટલ અમરેલીમાં જેસિંગપરા વિસ્તારમાં થશે. જેમાં ૩૩૦૦૦ ફુટનું બાંધકામ થશે. આ દશાબ્દી મહોત્સવમાં પાંચ દિવસનો ભકિત સભર કાર્યક્રમ રાખવામાં આવેલ.
આ પ્રસંગે સ્વામિનારાયણ ચરિત્રામૃત કથા પ.પૂ.પુરાણી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ સુમધુર શૈલીમાં વિવિધ દષ્ટાંતો દ્વારા કથામૃત રસપાન કરાવેલ. આ પ્રસંગે જુનાગઢના સદગુરુ પુરાણી જ્ઞાનસ્વ‚પદાસજી સ્વામી, હૈદ્રાબાદના સદગુરુ પુરાણી દેવપ્રસાદદાસજી સ્વામી, સુરતના પ.પૂ.સદગુરુ પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામી, પુરાણી કૃષ્ણસ્વ‚પદાસજી સ્વામી, શાસ્ત્રી હરિપ્રિયદાસજી સ્વામી, શાસ્ત્રી મંગલસ્વરૂપદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રુતિપ્રકાશદાસજી સ્વામી, પ.પૂ.પ્રભુચરણદાસજી સ્વામી વિગેરે વિવિધ વિષયો પર વ્યાખ્યાન આપી સૌને ભકિત રસમાં તરબોળ કર્યા હતા. આ પ્રસંગે અમરેલીના સાંસદ નારાયણભાઈ કાછડિયા, પૂર્વ સાંસદ દિલીપભાઈ સંઘાણી, અમેરિકાથી મનુભાઈ પટોળીયા, ધી‚ભાઈ બાબરીયા, નેવિલભાઈ ગજેરા તેમજ વિદેશથી દિપુભાઈ ગજેરા, બાબુભાઈ સાવલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.