ભાઇ-બહેનની શુટીંગ ચેમ્પીયન શીપ દેશનું ગૌરવવત
દસાડાના 17 વર્ષના સૌથી નાની વયના નેશનલ શૂટરે 125માંથી 121નો સ્કોર કરી નેશનલ રેકોર્ડ બનાવી ઇતિહાસ રચવાની સાથે કિર્તીમાન સ્થાપ્યો છે. અગાઉનો નેશનલ રેકોર્ડ 125માંથી 120નો હતો. દિલ્હી ખાતે યોજાયેલી 65મી નેશનલ ડો. કરનસિંગ ઓલ ઇન્ડિયા શૂટિંગ રેન્જ સ્પર્ધામાં સીનિયર અને જૂનિયર સ્પર્ધામાં દસાડાના નેશનલ શૂટરે અવ્વલ નંબર મેળવ્યો છે.
અગાઉ પણ આ યુવાને સતત ત્રણ વર્ષ શૂટિંગ સ્પર્ધામાં સ્ટેટ લેવલે ત્રણ ગોલ્ડ મેડલ જીતી ફરી ઇતિહાસ રચ્યો હતો. આ યુવાને ઇન્ટરનેશનલ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી સિલ્વર મેડલ જીત્યો હતો. સ્ટેટ લેવલે ત્રણ ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો
થોડા સમય અગાઉ ગુજરાતમાં યોજાયેલી 36મી નેશનલ ગેમ્સમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના 17 વર્ષના સૌથી નાની વયના નેશનલ શૂટર બખ્તિયારૂદીન મલીકે ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. અગાઉ પણ દસાડાના 17 વર્ષના બખ્તિયારૂદીન મલીકે સતત ત્રણ વર્ષ શૂટિંગ સ્પર્ધામાં સ્ટેટ લેવલે ત્રણ ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો. આ યુવાને ઇન્ટરનેશનલ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી સિલ્વર મેડલ જીત્યો હતો. દસાડાના બખ્તિયારૂદીન મલીકે અર્જુન એવોર્ડ અને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ વિજેતા અને ઓલિમ્પિયન અને વર્લ્ડ ચેમ્પિયન માનવજીતસિંઘ સંધુના કોંચીગ હેઠળ માત્ર 12 વર્ષની વયે ભારતના સૌથી નાની વયે રીનાઉન્ડ શૂટર બની ઇતિહાસ રચ્યો હતો.
બખ્તિયારૂદીને આ સિવાય બે વખત ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં, બે વખત સ્ટેટ ચેમ્પિયન અને એક વખત ખેલ મહાકુંભ ચેમ્પિયન રહી ચૂક્યો છે. વધુમાં એને લીમા-પેરૂમાં વર્લ્ડ ટ્રેપ શૂટીંગમાં અમેરિકાને હરાવી સિલ્વર મેડલ જીત્યો હતો.125માંથી 121નો સ્કોર કરી નેશનલ રેકોર્ડ બનાવ્યો.
તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલી 65મી નેશનલ ડો.કરનસિંગ ઓલ ઇન્ડિયા શૂટિંગ રેન્જ સ્પર્ધામાં સીનિયર અને જૂનિયર સ્પર્ધામાં દસાડાના નેશનલ શૂટર બખ્તિયારૂદીન મલીકે અવ્વલ નંબર મેળવ્યો છે. સાથે સાથે 17 વર્ષના સૌથી નાની વયના નેશનલ શૂટરે 125માંથી 121નો સ્કોર કરી નેશનલ રેકોર્ડ બનાવી ઇતિહાસ રચવાની સાથે કિર્તીમાન સ્થાપ્યો છે. આ અંગે એના પિતા મુજાહીદખાન મલીકે ખાસ વાતચીતમાં જણાવ્યું કે, અગાઉનો નેશનલ રેકોર્ડ 125માંથી 120નો હતો. જે મારા દીકરાએ દિલ્હી ખાતે યોજાયેલી 65મી નેશનલ શૂટિંગ રેન્જ સ્પર્ધામાં 125માંથી 121ના સ્કોર સાથે નવો નેશનલ રેકોર્ડ બનાવવાની સાથે સીનિયર અને જૂનિયર સ્પર્ધામાં ટોપ ઉપર રહી સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. એની મોટી બહેન શાદીયા મલીક પણ નેશનલ શૂટરની સાથે ગોલ્ડ મેડલ મેળવેલા છે.