લૂંટ અને માર મારવાના કેસની ધ્રાંગધ્રાં કોર્ટ મુદતેથી પરત આવતા ચારેય યુવાનની કાર સાથે સ્કોર્પીયો ભટકાડી ઝીંઝુવાડાના શખ્સોએ ધારિયાથી હુમલો કર્યો
દસાડા તાલુકાના પાનવા ગામના ચાર ભરવાડ યુવાન માર મારી લૂંટ ચલાવ્યાની ધ્રાંગધ્રાં કોર્ટની મુદતેથી પરત આવતા હતા ત્યારે કઠાડા ગામ પાસે ઝીંઝુવાડાના શખ્સોએ સ્કોર્પીયો ભટકાડી કેસમાં સમાધાન કેમ કરતો નથી કહી ધારિયાથી ખૂની હુમલો કરતા પોલીસે પોલીસે નવ શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દસાડા તાલુકાના પાનવા ગામે રહેતા રૂપાભાઇ નારણભાઇ હાડઘેલા નામના 47 વર્ષના ઊ ભરવાડ પ્રૌઢે દસાડા પાટડી પાસે આવેલા ઝીંઝુવાડા ગામના જાલમસિંહ રણધીરસિંહ ઝાલા, જયપાલસિંહ પ્રવિણભાઇ, નવુભા દલપતસિંહ, ઝેણુંભા કુબેરસિંહ, શૈલેન્દ્રસિંહ ઝેણુંભા, યુવરાજસિંહ કુંદનસિંહ, યોગેન્દ્રસિંહ મેઘરાજસિંહ અને ગાડીયાણાના ભોજાભાઇ ભુરાભાઇ ભરવાડ સામે કઠાડા ગામ પાસે આંતરી ધારિયાથી હુમલો કરતા રૂપાભાઇ ભરવાડ, ટીનાભાઇ ગુગાભાઇ, ભવ નભાઇ પોપટભાઇ, હીરાભાઇ ઉર્ફે લાલો પોપટભાઇ અને વિષ્ણુભાઇ ભોજાભાઇ ભરવાડ ઘવાતા તમામને વિરમગામ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
લૂંટના કેસમાં કેમ સમાધાન કરતો નથી કહી નવ શખ્સોએ કઠાડા પાસે આંતરિ માર મારી ભાગી ગયા: હત્યાની કોશિષનો નોંધાતો ગુનો
ચારેક વર્ષ પહેલાં રૂપાભાઇ ભરવાડ પર હુમલો કરી લૂંટ ચલાવ્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાતા આ કેસની ધ્રાંગધ્રાં કોર્ટમાં મુદત હોવાથી સાહેદો સાથે જુબાની આપવા માટે જી.જે.13એએમ. 8782 નંબરની કિયા કાર લઇને ધ્રાંગધ્રાં ગયા હતા. ધ્રાંગધ્રાંથી પરત આવતા હતા ત્યારે કઠાડા ગામ પાસે પહોચ્યા ત્યારે જાલમસિંહ રણધીરસિંહ ઝાલાએ ક્રેટા કાર ભટકાડી હતી જ્યારે ભોજા ભુરા ભરવાડે કાળા કલરનો સ્કોર્પીયો ભટકાડતા રૂપાભાઇ અને તેના ભત્રીજાઓ પોતાની કારમાંથી નીચે ઉતરતા ત્યારે લૂંટના કેસમાં સમાધાન કેમ કરતો નથી તેમ કહી ધારિયા, લાકડી અને પાઇપથી હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. દસાડા પોલીસે તમામ શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી પી.આઇ. એચ.એલ.ઠાકર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.