દાસ માટે ફુગાવો તેમજ ઔદ્યોગીક ઉત્પાદનના પરિણામો આર્થિક વ્યવસ્થાને મજબૂત બનાવવા બળ પૂરું પાડશેનવીદિલ્હી
રિઝર્વ બેન્ક અને ભારત સરકાર વચ્ચેઘણા સમયથી ખેંચતાણ ચાલી આવી હતી. જે અન્વયે આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જીત પટેલે રાજીનામુ આપી દેતા આરબીઆઈના નવા ગવર્નર શક્તિકાંત દાસની નિમણૂંક કરવામાં આવી હતી. સરકાર બજારમાં તરલતા તથા એનપીએમાં ઘટાડો જેવા મુદ્દાઓને લઈ આરબીઆઈ સાથે બેઠક પણ કરી હતી. પરંતુ કોઈ નકકર પરિણામ આવ્યું ન હતું. જેના કારણે કયાંક ૨૦૧૯ની લોકસભાનીચૂંટણીમાં ભાજપને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડત. સમસ્યાથી દૂર રહેવા અને લોકોનો વિશ્વાસ ભાજપ પક્ષ પર બરકરાર રાખવા માટે શક્તિકાંત દાસની નિમણૂંકકરવામાં આવી હતી.
વાત કરવામાં આવે તો આવતીકાલનારોજ આરબીઆઈની મહત્વની બેઠક યોજાવાની છે જેમાં દાસના પગલા ભાજપના ભાવીને નકકી કરશે. નોટબંધી વખતે શક્તિકાંત દાસે ખુબજ સરાહનીય કામ કર્યું હતું ત્યારે હવે તેમના માથા પર ખુબજ મોટી ચુનોતી આવેલી છે. જેમાં તેઓએ બજારમાં તરલતા લાવવા માટે તમામ પ્રકારના કાર્યો કરવા પડશે.તેઓએ જણાવ્યું હતું કે, આરબીઆઈ સાથેની જે ખેંચતાણ ચાલી આવી હતી તેને મંત્રણા અથવા તો બેઠકથી દૂર કરી શકાય જે કરવા દાસ સક્ષમ છે.સરકારની આરબીઆઈથી ઘણી ખરી ઉમીદો રહેલી છે. ત્યારે આર્થિક વૃદ્ધિને બરકરાર રાખવા આરબીઆઈ તમામ પ્રયત્નો હાથ ધરશે. આવતીકાલની બેઠકમાં તમામ પબ્લિક સેકટર બેંકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમને પડતી મુશ્કેલીને લઈ ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
આરબીઆઈના ગવર્નર તરીકે કાર્યકાળ સંભાળ્યા બાદ તેઓએ પત્રકાર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સરકાર માત્ર પક્ષ નથી પરંતુ તે અર્થવ્યવસ્થા તથા દેશને કઈ રીતે ચલાવવો અને અનેકવિધ નીતિઓના નિર્માણ માટે અહમ અને સિંહ ફાળો આપતી હોય છે જેથી સરકાર અને આરબીઆઈ વચ્ચે નિસપક્ષ રીતે મંત્રણા થવી જોઈએ.
આરબીઆઈ એક ખુબજ વિશ્વસનીય સંસ્થાઅને સમૃધ્ધ વારસો પણ ધરાવે છે. ત્યારેપત્રકારો સાથે વાતચીત કરતા તેઓએ સરકાર અને ઉર્જીત પટેલ વચ્ચે ઘર્ષણ થયાની વાત પર રોકલગાવી હતી.
કયાંક એવા પણ એંધાણ આવી રહ્યાંછે કે, ભારતીય અર્થતંત્રમાં ફુગાવો થોડા અંશેવધશે ત્યારે છેલ્લા ૧૭ મહિનાની વાત કરીએ તો ખાદ્ય પદાર્થ જેમાં શાકભાજીઓમાં થયેલા ભાવવધારો ઔદ્યોગીક ક્ષેત્ર સાથે સંકળાયેલી ઈન્ડસ્ટ્રીના આઉટપુટમાં દબાઈ ગયો છે.એટલે કહીં શકાય કે, જો ફુગાવો વધશે તો તેને ઔદ્યોગીક ક્ષેત્ર સાથે સંકળાયેલી ઈન્ડસ્ટ્રીઝના આઉટપુટમાં જ વિલીન થઈ જશે. જેથી ફુગાવાની અસર વિપરીત રૂપે દેખાઈ ન શકે.
વધુમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, તેઓ આરબીઆઈની સ્વાયતતા, વિશ્વશનીયતા અને નિષ્પક્ષતાને બખુબી જાળવી રાખવા પ્રયત્નો કરશે અને સરકાર સાથે વાર્તાલાપ કરી તેમના સુચનોને પણ સાંભળી આગળની કાર્યવાહી હાથ ધરશે. વધુમાં તેઓએ જણાવ્યું કે, અર્થ વ્યવસ્થાને મજબૂત કરવામાટે જરૂરી પગલે સમયાંતરે લેવામાં આવશે. જેને લઈ સાર્વજનિક ક્ષેત્રની બેંકોના અધ્યક્ષો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યુંહતું કે, સરકાર આરબીઆઈ માટે હિત ધારકની ભૂમિકા ભજવી રહી છે અને સરકાર સાથે જે ખેંચતાણનો માહોલ સર્જાયો હતો તેને પૂર્ણરૂપથી દૂર કરવા તે પ્રયત્ન કરશે.