ભગવાન મહાવીર સ્વામીના અહિંસાના સંદેશને લઈને આવતા મહામંગલકારી પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ થઈ ચુક્યો છે. આજે પર્યુષણના યરીજ મંગલકારી દિવસોમાં પ્રતિક્રમણ, સામુહિક તપ, પારણા, જન્મ કલ્યાણક વાંચન, સંઘ સ્વામી વાત્સલ્ય જેવી ક્રિયાઓ ઘરે જ થઈ રહી છે. ગુરુ ભગવંતો દ્વારા પ્રવચન પણ ઓનલાઇન અપાઈ રહ્યા છે. કોરોના મહામારીના પગલે આ વર્ષે જીનાલયોમાં પર્યુષણ પર્વની ઉજવણી સાદગીપૂર્ણ થઈ રહી છે. ચાકુ વર્ષે જપ – તપ – પ્રતિક્રમણ સહિતના સમૂહમાં થતા આયોજનો ભાવિકો ઘરે બેઠા જ કરી રહ્યા છે. ગુરુ ભગવંતોના ઓનલાઇન પ્રવચનોનો લાભ પણ ઘરબેઠા લઈ રહ્યા છે. એકંદરે એમ કહી શકાય કે, ચાલુ વર્ષે પર્વાધિરાજ પર્યુષણની ઉજવણી વર્ચ્યુલ બની ગઈ છે. રાજકોટ સહિત દેશભરના ઉપાશ્રયોમાં વ્યાખ્યાન, સામુહિક તપ, પારણા, જન્મ કલ્યાણ વાંચન – આરાધના નહિ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૈન સંઘોએ પણ મહામારી સામે સાવચેતીના પગલાં લીધા છે. નોંધનીય છે કે, કોરોના વાયરસના કેસ એક તરફ ઉત્તરોતર વધી રહ્યા છે. જેના પગલે ધાર્મિક કાર્યક્રમોમાં  લોકો એકઠા ન થાય તે માટે તંત્ર દ્વારા કેટલીક લગામ લગાવાઇ છે. આ વખતે પર્યુષણ પર્વ દરમિયાન સૌરાષ્ટ્રભરના ઉપાશ્રયોમાં કાર્યક્રમમાં માંગલિક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. સરકાર દ્વારા દેરાસરમાં દર્શનની મંજૂરી આપવામાં આવી છે. અલબત્ત પ્રતિક્રમણ સહિતના આયોજનોમાં ભાવિકો ઘરે રહીને જ લાભ લેવાઈ રહ્યો છે. નોંધનીય છે કે ભગવાન મહાવીર સ્વામીના અહિંસાના સંદેશને લઈને આવતા મહામંગલકારી પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ થઈ ચુક્યો છે. આજે પર્યુષણના મંગલકારી દિવસોમાં પ્રતિક્રમણ, સામુહિક તપ, પારણા, જન્મ કલ્યાણક વાંચન, સંઘ સ્વામી વાત્સલ્ય જેવી ક્રિયાઓ ઘરે જ થઈ રહી છે.

આંગી દર્શન એટલે પ્રભુના દર્શન: કાંતિભાઈ ઘડેચા

vlcsnap 2020 08 18 13h07m50s894

એરપોર્ટ રોડ સ્થિત શાંતિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજાક જૈન સંઘ દેરાસરના કાંતિભાઈ ઘડેચાએ કહ્યું હતું કે પર્યુષણ પર્વમાં જીવ દયા, જીવ બચાવો, પરમાત્મા સાથેના મિલન સહિતની ક્રિયાઓ માટે આ પર્વ ઉજવવામાં આવે છે અને તેના કારણે જ આ પર્વને પર્વાધિરાજ તરીકે ઓળખવામાં આવે છે. શૈકાઓ થી તમામ જીવોની રક્ષા કરવા અંગે જૈન શાસન કટીબદ્ધ છે જે બાબત આ ધર્મને સૌથી અલગ પાડે છે. તેમણે કહ્યું હતું કે પર્વની શરૂઆત વિક્રમ સંવત ૯૮૦ થી થઈ જ્યારથી આ પર્વ સતત ઉજવાઇ રહ્યો છે. તેમણે આંગી દર્શન વિશે કહ્યું હતું કે આંગી થી દેવ દર્શન થાય છે અને તેનાથી આપણામાં ચારિત્ર્ય, ધર્મ અને દેવ પ્રત્યેની લાગણી ઉતપન્ન થાય છે. જો કોઈ વ્યક્તિ આંગી બનાવે તો તેનામાં દીક્ષા સહિતના ભાવ જાગે છે. પ્રભુના ગુણ, તેમના ચારિત્ર્ય અને લાગણી માટે આંગીના દર્શન કરવામાં આવે છે.

આંગીના દર્શન એટલે સાક્ષાત દેવના દર્શન કર્યા સમાન: નિલેશભાઈ બાટવીયા

vlcsnap 2020 08 18 13h07m59s493

આંગીના દર્શનાર્થે આવેલા નિલેશભાઈ બાટવીયાએ કહ્યું હતું કે છેલ્લા ૧૦ વર્ષથી હું એરપોર્ટ દેરાસર ખાતે દર્શનાર્થે આવું છું. જ્યારે જ્યારે આંગીના દર્શન કરીએ ત્યારે જે જૈન શાસ્ત્રમાં લખ્યું છે કે ’દર્શનમ દેવ દેવસ્ય, દર્શનમ પાપ નાશનામ, દર્શનમ સર્ગ સોપાનમ, દર્શન મોક્ષ આપમ’ આ ઉક્તિમાં વર્ણવવામાં આવ્યું છે કે આંગી દર્શનથી શુ લાભ થાય છે અને આ તમામ લાભ મેં મારી જાતે અનુભવેલા છે. આંગી દર્શન કરીને હું ધન્યતા અનુભવું છું. આંગી દર્શન કરવાથી એક અલગ જ અહોભાવ ઉત્પન્ન થાય છે એવું લાગે છે કે સાક્ષાત દેવના દર્શન થઈ રહ્યા છે અને ભક્તોને મોક્ષ મળે છે.

આંગી કરવાથી ધન્યતા અનુભવીએ છીએ: હિનાબેન શેઠ

vlcsnap 2020 08 18 13h07m54s949

હીનાબેન શેઠ કે જેઓ પોતે જ આંગી બનાવે છે તેમણે કહ્યું હતું કે જ્યારે આંગી બનાવીએ ત્યારે સતત પ્રભુ પ્રત્યેની લાગણી સ્વયંભૂ વધતી જાય છે. અનેકવિધ પ્રકારની આંગીઓ બનાવવામાં આવે છે. અગાઉ સોના, હીરા, સાચા મોતી, બ્રાસ અને માણેકની આંગીઓ બનાવવામાં આવતી હતી. હાલ સોનાના વરખ, ચાંદીનો વરખ સહિતના ધાતુઓનો ઉપયોગ કરીને આંગી બનાવવામાં આવે છે. આંગી દર્શન કરવાથી ઈશ્વરના દરબારમાં સાક્ષાત પહોંચી ગયા હોય તેવી લાગણી ઉદભવે છે. આંગી દર્શન કરતા એવો ભાવ ઉતપન્ન થાય છે કે મેં એવું તો શુ કામ કર્યું છે કે મને સાક્ષાત પ્રભુના દર્શન થઈ રહ્યા છે. આંગી કરવાથી ધન્યતા અનુભવીએ છીએ.

આવતીકાલે મહાવીર જન્મવાંચન માટે ઉત્સાહ: દિલીપભાઈ પારેખ

vlcsnap 2020 08 18 13h06m31s151

ચિંતામણી પાશ્ર્વનાથ દેરાસરના દિલીપભાઈ પારેખે ‘અબતક’ સાથેની ખાસ મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, પર્યુષણ પર્વની આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ભાવિકો મન મુકીને ધર્મ આરાધના કરી રહ્યાં છે. આ વર્ષે કોરોના કહેરને લીધે ઉજવણી સાદગીપૂર્ણ થઈ છે. ઘરબેઠા એકદમ સાદગીથી ઉજવણી કરી રહ્યાં છીએ. ભગવાનનું જન્મવાંચન પારણામાં જુલાવવા તેમજ સ્વામી વાત્સલ્ય રાત્રિ ભક્તિ ધામધુમથી કરીએ છીએ. ૯ દિવસના પર્યુષણ મહાપર્વમાં આવતીકાલે મહાવીર જન્મવાંચનનું આયોજન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.