વિક્રમસિંહ જાડેજા, ચોટીલા: કોરોના મહામારી ચાલતા ગુજરાત સરકાર દ્વારા મંદિરો, ધાર્મિક સ્થળો પર પ્રતિબંધ લગાવામાં આવ્યો હતો. જેનાથી મંદિરો અને ધાર્મિક સ્થળો સંપૂર્ણ પણે જાહેર જાણતા માટે બંધ હતું. હવે સંક્રમણ ઓછું થતા સરકાર દ્વારા ફરી પછી છૂટ આપવામાં આવી છે. ચોટીલા ચામુંડા માતાજીના મંદિરને લઈ રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

11 જુનથી ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા દર્શનાર્થીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર્શન કરવા યાત્રિકોને માસ્ક તેમજ સેનેટાઇઝ સહિતની સરકારી ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે. અને સવારે 7 થી સાજના 6 સુધી દર્શનર્થીઓ માતાજીના ચરણે શીશ નમાવી શકશે. બન્ને સમયની આરતીના દર્શન ભક્તજનો માટે બંધ રહેશે.

દર્શન કરવા આવતા યાત્રિકો માટે સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનોનું પાલન કરવાનું રહશે. જો કોઈ તે ગાઈડલાઈન વિરુદ્ધ મંદિરે આવશે તો તેને પ્રવેશ આપવામાં આવશે નહીં. દર્શન માટે માસ્ક અને સેનેટાઇઝ ફરજીયાત કરવામાં આવ્યું છે. ઘણા સમય બાદ મંદિર ફરી ખુલતા ભક્તજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.