સમગ્ર દેશ અને દુનિયામાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતમાં પરંપરાગત સંસ્કૃતિના દર્શન આજ પણ જોવા મળે છે. સંત, સતિ, સુરા, દાતારો, અને ભક્તિના રંગમાં રંગાયા હોય તેવા ભક્તોની આ ભૂમિ અને ખાસ કરીને હાલાર પંથકની અનેક ઘટનાઓ (પ્રસંગો) આજ પણ ઇતિહાસના પાને અમર છે તેમાં પણ પરોણાગત અને આશરાધરમ નિભાવવા.
ધ્રોલની ધીંગી ધરામાં ખેલાયેલ ભૂચરમોરીના યુધ્ધની વાતો આજ પણ કવિઓ, સાહિત્યકારો વગેરે વાગોળે છે. એ ધ્રોલ પંથકમાં આજ પણ માનવતાનો દિવો પ્રજ્વલિત હોય તેવું લાગ્યા વીના રહે નહીં. અને લોક કવિઓ દ્વારા ક્ષત્રિયોના વટ, વચન, પરોણાગત, સેવા, ભક્તિ વગેરે જેવા કાર્યો અનેક કથાઓ ખૂબ જ પ્રચલિત છે. તેથી જ તેને ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ કહેવાય છે.
ધ્રોલ તાલુકાના રોજીયા ગામે સાધુની દિકરીનું ક્ષત્રિય સમાજના અગ્રણીએ ક્ધયાદાન કરી માનવતાની મહેક પ્રસરાવી સમાજને એક ઉદાહરણ પુરુ પાડ્યું છે.
રોજીયા ગામે આવેલ રામ મંદિરના પૂજારી રાજુ મારાજનું બે વર્ષ પહેલા અકસ્માતમાં મૃત્યુ નિપજતા પરિવાર આર્થિક પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળવા લાગી બીજી બાજુ દિકરી દિવ્યાબેનના લગ્ન કરવાની ચીંતા વગેરે બાબતોની જાણ થતા આજ ગામના અને જામનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજાએ સાધુની દિકરીને ક્ધયાદાન આપવાનું બીડું ઝડપ્યું અને આખરે એ ઘડી આવી પહોંચી ત્યારે ક્ષત્રિય સમાજ ગૌરવ લખધીરસિંહ જાડેજાએ આ દિકરીને ક્ધયાદાન આપી ધન્યતાનો અહેસાસ કરતા આ માનવતાવાદી કાર્યની ઠેર-ઠેર પ્રસંશા થવા લાગી હોવાનું જાણવા મળ્યું છે.