IMG 7284લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક અને સંગઠનની મીશાલ આપતું ખોડલધામ આજે જગવિખ્યાત બન્યું છે. લોકોને તમામ સુવિધા મળી રહે તેની તકેદારી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવી રહી છે.

કાગવડ ખાતે લેઉવા પટેલ સમાજે ખોડલધામ પાંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરીને સમાજની એકતા અને અખંડીતા બતાવી હતી. આટલા લોકો આવવા છતા એકપણ અડચણ વગર એ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. આ સમયે જ ખોડલધામ મંદિરનાં પ્રણેતા નરેશભાઈ પટેલે આ કાર્યક્રમ સફળ જવાનો શ્રેય સ્વયંસેવકોની સેવાને આપ્યો હતો.

જન્માષ્ટમીના તહેવારમાં પાંચ દિવસ દરમિયાન દરરોજ ૩૦૦ થી વધુ લેઉવા પટેલના પરિવાર સેવા આપી હતી. સ્વયંસેવકોએ પાર્કિંગ, મંદિરમાં દર્શન વ્યવસ્થા, ભોજનાલય, કેન્ટીન, પ્રસાદી અને ડિઝાસ્ટર જેવા વિભાગોમાં ખડેપગે રહીને સવારથી સાંજ સુધી સેવા આપી હતી. મંદિર પરિસરમાં અતિઆધુનિક અન્નપૂર્ણાલયમાં ભાવિકોએ પ્રસાદ લીધો હતો. કેન્ટીનની તમામ વ્યવસ્થા સ્વયંસેવકોએ સંભાળી હતી.

સાતમ અને આઠમના દિવસે માતાજીની દર્શન કરવા માટે મંદિરના અંદરના ભાગથી લઈને બહાર સુધી મોટી લાઈનો લાગી હતી એમ છતાં કોઈ જ પ્રકારની મુશ્કેલી વગર બધા લોકોએ શાંતિથી દર્શન કર્યા હતા. કોઈ અપંગ કે વૃધ્ધ દર્શન માટે આવે તો એના માટે વ્હીલચેર અને ગલ્ફ કારની વ્યવસ્થા સ્વયંસેવકોએ સંભાળી હતી. દર્શન કરવા આવનારા લોકોએ પણ સ્વયંસેવકોની સેવકોની સેવાને બિરદાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.