સોમનાથ મંદીર નજીક સમુદ્રતટ પાસે માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવું અતિથીગૃહ આકાર પામી રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી  નિતિનભાઇ પટેલે સ્થળ મુલાકાત લીધી હતી. માર્ગ મકાન વિભાગના સચિવ એસ.બી.વસાવા પાસેથી વિગતો મેળવી હતી. આ અતિથીગૃહમાં કુલ 48 રૂમ આકાર પામશે. જેમા વી.વી.આઇ.પી. સુપર રૂમ-2, વી.વી.આઇ.પી. રૂમ-8, વી.આઇ.પી.રૂમ -8, ડીલક્ષ રૂમ-24, ફોર સીટર રૂમ-4, ડોરમેટ્રી રૂમ-2 દરેક રૂમમાંથી સમુદ્ર દર્શન થશે.

ઉપરાંત સી.સી.રોડ, વોટર હાર્વેસસ્ટીંગ, કમ્પાઉન્ડ વોલ, ટ્રીપ્લાન્ટેશન અને ગાર્ડનીંગ, ફાયર ફાઇટરની સુવિધા, પાર્કીંગ, ડાઇનીંગ હોલ કામગીરીનો સમાવેશ થયેલ છે. આર.સી.સી. ફેમ વર્ક જી-3 ફ્લોર સાથે કુલ 7077.00 ચોરસ મીટર બિલ્ટઅપ એરીયા, બેલા મશીનરી સાથે બહારનું સેન્ડફેસ સેન્ડફેશ પ્લાસ્ટર અને અંદરની બાજુ માલા પ્લાસ્ટર, ગ્રેનાઇટ ફ્રેમ સાથે ફ્લશ ડોર શટર બે લીફ્ટ સાથે ત્રણ સીડી આકાર પામશે.

નાયબ મુખ્યમંત્રીએ જરૂરી સુચનો કર્યા હતા અને  અધિકારીઓ/પદાધિકારીઓ તેમજ દર્શને આવતા યાત્રાળુઓને સારી સુવિધા ટુંક સમયમાં પ્રાપ્ત થશે તેમ જણાવ્યું હતું.

સોમનાથ ખાતે  મીઠાપુર રોડ ઉપર નિર્માણધીન કડવા પાટીદાર સમાજ ભવનની મુલાકાત લીધી હતી. આવતા યાત્રાળુઓને સમાજ વાડીનો પણ લાભ મળશે. આ પ્રસંગે ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમાર, અગ્રણી બચુભાઇ વાજા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે.લહેરી, મેનેજર વિજયસિંહ ચાવડા, માર્ગ અને મકાન વિભાગના અગ્ર સચિવ એન.કે.પટેલ, કલેકટર રાજદેવસિંહ ગોહીલ, નાયબ કલેકટર ભાવનાબા ઝાલા, કાર્યપાલક ઇજનેર એસ.આર.ચારણીયા, કાર્યપાલક ઇજનેર (વિદ્યુત) ડી.ડી.શેખલીયા સહિત ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.