યુવા વૈષ્ણવાચાર્ય પુજય વ્રજરાજકુમારજી મહોદયની મંગલ ઉ૫સ્થિતિમાં શહેરના નાના મોવારોડ શ્રીનાથધામ હવેલી ખાતે પ્રભુના સુખાર્થે ભવ્ય અન્નકુટ મનોરથના દર્શન યોજવામાં આવ્યા હતા. પૃષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા અનુસાર પ્રભુના સુખાર્થે અન્નકુટ મનોરથ સાકાર થયો હતો. આ સાથો સાથ હવેલીના પટાંગણમાં ભજન ચિંતન યોજવામાં આવ્યા હતા. જેમાં બહોળી સંખ્યામાં વૈષ્ણવ ભાવિ ભકતો ઉમટી પડયા હતા. ‘અબતક’સાથેની વાતચીત દરમિયાન રાકેશભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે શ્રી વલ્લભ યુથ ઓર્ગોનાઇઝેશનના સંસ્થાપક શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના સ્વપ્ન દ્રશ્ય અને શ્રીનાથધામ હવેલીના માર્ગદર્શક અને અઘ્યક્ષતાને બીરાજમાન એવા શ્રી પૂ. પાદ ગૌસ્વામી એક સો આઠ શ્રી વ્રજરાજકુમારજી મહોદયના મંગલ મનોરથ સ્વરુપે શ્રીનાથ ધામ હવેલી ખાતે અન્નકુટ મનોરથ શ્રી ઠાકોરજીના સુખાર્થે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
બપોરે ૧ર કલાકે ગોવર્ધન પૂજન સંપનન થયું અને ખુબ જ વૈષ્ણવોએ ગોવર્ધન પૂજનમાં લાભાન્વિત થયા છે અને સાંજે અન્નકુટ દર્શનનો પણ બધા લોકોને લાભ પ્રાપ્ત થવાનો છે. હજારોની સંખ્યામાં વૈષ્ણવો મનોરથના દર્શન કરી ધન્યતા પામશે. શ્રી નાથધામ ઉત્સવ સમીતીને આ કાર્યમાં શ્રી ઠાકોરજીએ નિમિત બનાવ્યા છે શ્રીી વલ્લભએ નિમિત બનાવ્યા છ તે બદલ અમે ખુબ જધન્યતા અનુભવીએ છીએ.