વિક્રમ સંવત ૨૦૭૭ના નવા વર્ષે શહેરના દેવાલયોમાં આસ્થા અને શ્રઘ્ધાથી ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધુન, ભજન, કિર્તન આરતી, મહાઆરતી તેમજ અન્નકુટના દર્શન જેવા અનેક વિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ગોંડલ રોડ પર આવેલા ગુકુકુળ, કાલાવડ રોડ ખાતે સ્વામીનારાયણ મંદિર, તેમજ કુવાડવા રોડ પર આવેલ સદગુરુ આશ્રમ ખાતે અન્નકુટનો ભોગ ધરાવવામા આવ્યો હતો. જેમાં ગુરુકુળ ખાતે પાંચસોથી પણ વધુ વાનગીઓનો ભોગ ભગવાનને ધરાવવામાં આવ્યો હતો. વિવિધ મંદિરોમાં અન્નકુટના દર્શન કરી ભાવીકો દ્વારા થયાનો અહેસાસ કરી રહ્યા હતા. સામાન્ય રીતે ભગવાનના મંદિરમાં અન્નકુટના દર્શનએ આત્માને કંઇક અનોખી અનુભુતિ કરાવે છે. જો કે આ શ્રઘ્ઘનો વિષય છે. એક કહેવત છે કે ભોજનમાં ભકિતનો ભાવ ભળે તો એ પ્રસાદ બની જાય છે. એમ અન્નકુટના દર્શન વેળાએ ભગવાનને ભોજન કરાવીએ છીએ અને ભગવાન આરોગે છે આવા સાત્વીક વિચારોથી જ તન મનની શુઘ્ધિ થાય છે.
અનેક શાસ્ત્રીજીઓના કહેવા પ્રમાણે જેમ માતા યશોદા કાનાને જમાડતા તેવો ભાવ અન્નકુટના દર્શન કરતી વેળાએ કરવાથી અલૌકિક આનંદની અનુભુતિ થાય છે. કૃષ્ણ કિર્તનમાં કહ્યું કે, ‘જમો જમોને જુગના આધાર, જુગતે જમાડું….’ ગુરુકુળ સદગુરુ આશ્રમ, સ્વામીનારાયણ મંદિર વગેરે મંદિરોમાં અન્નકુટના દર્શન કરી ધન્ય થવા શ્રઘ્ધાળુઓની ભીડ જામી હતી. સદગુરુ આશ્રમ ખાતે અન્નકુટની આરતી આજે રાત્રે ૮ કલાકે થશે, તેમજ અન્નકુટની ભેળની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. જેનો લાભ લેવા એક યાદીમાં જણાવાયું છે.