• દેશના જાહેર કરાયેલા ટોપ 100માં ગુજરાતના 6 વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું: વેદ પટેલ, કીર્તિ શર્મા, દર્શ પાઘડાર અને ઋષભ શાહ પ્રથમ રેંકમાં સ્થાન જયારે હાર્વિ પટેલ 81 અને ભૂમિકા શેખાવતે 92માં ક્રમે સ્થાન મેળવ્યું

ધો.12 સાયન્સ પછી મેડિકલ,ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી સહિતના જુદા જુદા કોર્સમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવેલી નીટનું પરિણામ જાહેર કરી દેવાયું છે. ચાલુ વર્ષે લેવાયેલી પરીક્ષામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 2406079 વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની સામે 2333297 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી 1316268 વિદ્યાર્થીઓ કવોલિફાઈ થયા છે. ગુજરાતમાંથી 88022 વિદ્યાર્થીઓ પૈકી 86424 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 57197 વિદ્યાર્થીઓ કવોલિફાઈ થયા છે. દેશના જાહેર કરાયેલા ટોપ 100માં કુલ 6 વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું છે. ખાસ તો રાજકોટના દર્શ પાઘડારે 720માંથી 720 માર્ક મેળવી ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં નંબર વનનું સ્થાન મેળવ્યું છે. નીટ યુજીની પરીક્ષામાં રાજકોટની પ્રીમિયર સ્કૂલનો વિદ્યાર્થી દર્શ પાઘડારે 720માંથી 720 માર્ક મેળવી ઓલ ઇન્ડિયા ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. ગુજરાતના બે વિદ્યાર્થીને 720માંથી 720 માર્ક્સ મળ્યા છે જેમાં એક વિદ્યાર્થી રાજકોટનો અને બીજો અમદાવાદનો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટના દર્શ પાઘડારને ફિઝિક્સમાં 99.967, કેમિસ્ટ્રીમાં 99.861, બાયોલોજીમાં 99.908 માર્ક્સ મળ્યા છે. આ વર્ષે નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-અંડર ગ્રેજ્યુએટ માટે રેકોર્ડ 23 લાખ ઉમેદવાર નોંધાયા હતા. જેમાંથી 10 લાખથી વધુ છોકરા, 13 લાખથી વધુ છોકરી અને 24 થર્ડ જેન્ડર કેટેગરીના વિદ્યાર્થી હતા. પ્રદેશ મુજબ ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 3,39,125 ઉમેદવાર નોંધાયા હતા, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 2,79,904 અને રાજસ્થાનમાં 1,96,139 ઉમેદવાર નોંધાયા હતા. રાજકોટમાં 7249 અને દેશભરમાં આશરે 23 લાખ વિદ્યાર્થીના રજિસ્ટ્રેશન થયા હતા,

જેની સામે 1.10 લાખ સીટ હતી.

ન્યુરો સર્જન અથવા કેન્સર સર્જન બનવાની ઈચ્છા: દર્શ પાઘડાર

નીટ યુજીમાં 720માંથી 720 માર્ક્સ સાથે ઓલ ઇન્ડિયા ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરનાર દર્શે ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ખુબ જ ગર્વ અનુભવું છું અને સ્કૂલ તરફથી તેમજ માતા-પિતાનો સહયોગ અને મારી પરીક્ષાની તૈયારીથી આજે આ પરિણામ મેળવ્યું છે. હવે આગળ દિલ્લી એઇમ્સમાં અભ્યાસ કરીને ન્યુરો સર્જન અથવા કેન્સર સર્જન બનવાની મારી ઈચ્છા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે, નીટ જેટલી લાગે છે એટલી અઘરી પરીક્ષા નથી. રોજેરોજ પ્રેક્ટિસ કરો, આત્મવિશ્વાસ રાખો એટલે કોઇપણ વિદ્યાર્થી નીટ ક્લિયર કરી શકે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.