ગોચર ગ્રહોની વાત કરીએ તો બુધ મીનમાં નીચસ્થ થતા હોય બેન્કિંગ,આયાત નિકાસ, મુદ્રાસ્થિતિ અને શેરબજાર પર વિપરીત પરિણામ આપતા જોવા મળે. ૨૧ માર્ચ મંગળવારે દર્શ અમાસ આવી રહી છે જયારે ૨૨ માર્ચ બુધવારથી ચૈત્રી નવરાત્રી શરુ થઇ રહી છે.
ભારતમાં બેરોજગારીની સમસ્યા વધતી જાય છે અને હમણાંના જ સર્વે માં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે કે ભારતનો ૩૩ ટકા યુવાવર્ગ અભ્યાસ કે નોકરીમાં નથી!! જે વિષે અત્રે અગાઉ લખી ચુક્યો છું વળી બીજું ચોંકાવનારું તારણ એ છે કે ભારત નો યુવાન વિદેશની વાટ પકડી રહ્યો છે અને આ આંકડાઓ પણ નાના નથી!!
છેલ્લા પાંચ સાત વર્ષમાં વિદેશ અભ્યાસ કરતા કે કારકિર્દી બનાવતા યુવાનોની સંખ્યા વધી છે અને આ વર્ગ આપણા સમાજથી વિમુખ થતો જાય છે જે ચિંતાનો વિષય છે. ગ્રહોની રીતે સમજવા જઈએ તો ૨૦૨૦ થી ૨૦૩૦ નો દશકો એ પરિવર્તનનો દશકો છે અને આધુનિક સમયમાં વિદેશ જવું એ સારી ઘટના ગણાય પરંતુ બહુ વિપુલ પ્રમાણમાં બૌદ્ધિક યુવાવર્ગ બહાર જતું રહે અને અહીં ઘરઆંગણે યુવાવર્ગ કેરીઅર બનાવવામાં તકલીફ અનુભવતું હોય તે ઘટના ચિંતાજનક ગણી શકાય!!
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨