રેલવે કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ, ન્યુનતમ બેઈઝ પગાર, સાતમા પગાર પંચના પ્રશ્ર્નોનો નિકાલ, રર્નિંગ સ્ટાફના વળતર સાતમા પગારપંચ મુજબ વધારવા, રેલવે હોસ્પિટલમાં તબીબોની નિમણુક અને રેલવે કવાર્ટરોની જર્જરીત હાલત સહિતના પ્રશ્ર્ને ડીઆરએમ ઓફિસ બહાર કર્મચારીઓએ ધરણા પ્રદર્શન કર્યું હતું. આ ધરણામાં યુનિયનના એચકયુના પ્રમુખ આર.સી.શર્મા, નિખીલ જોશી, નરેશ ખટવાલી, ઘનશ્યામ સોઢા, અભીજીત શાહ, ઉસ્સતી ગની, હિંમતસિંહ, ધનુભા જાડેજા, એલ.એન.જોશી, સુધારક એલ, હિતેશ ડોડીયા, ઉષા પરમાર, ભુસીતા વ્યાસ વગેરેએ ભાગ લીધો હતો.
રેલવે કર્મચારીઓની માંગણીઓ સંદર્ભે ડીઆરએમ ઓફિસ સામે ધરણા
Previous Articleશું છે એનું કારણ ?
Next Article રૈયારોડ બ્રીજના કોન્ટ્રાકટરે ડ્રેનેજ લાઈન તોડી