આપણા જીવનના દરેક મહત્વના કાર્યો આંખ વિના કરવા ખૂબ અઘરા છે, તેથી આંખ એ આપણું મહત્વનું અંગ છે. આંખની સંભાળ રાખવા માટે “વિશ્વ દ્રષ્ટિ દિવસ” ઉજવાય છે.

18 ફેબ્રુઆરી 1999 ના રોજ ઇન્ટરનેશનલ એજન્સી ફોર પ્રિવેન્શન ઓફ બ્લાઇન્ડનેસ (IAPB) દ્વારા વિશ્વ દૃષ્ટિ દિવસ મનાવવાનું નક્કી થયું. ત્યારબાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝર (ઠઇંઘ) ના સમન્વય થી વર્ષ 2000 થી કાયદેસર રીતે વિશ્વ દૃષ્ટિ દિવસ મનાવાય રહ્યો છે.

આજે ઓક્ટોબર મહિનાનો બીજો ગુરુવાર વિશ્વ દ્રષ્ટિ દિવસ તરીકે મનાવાય રહ્યો છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા ઈ.સ. 2000 માં “Sight first campaign” સ્વરૂપે આ આયોજન ની શરૂઆત થઈ હતી.અંધાપાથી બચવા તેમજ આંખોની બીમારી અને તેની દેખભાળ કરવા માટે વિશેષ જાણકારી આ દિવસે પ્રદાન કરવામાં આવે છે. દુનિયાભરના દરેક ઉંમરના લગભગ એક અરબ લોકો દૂરની દ્રષ્ટિ કે નજીકની દ્રષ્ટિ અથવા તો અંધાપા જેવી ગંભીર બીમારીથી પીડિત છે. ફક્ત ભારતમાં જ દુનિયાના 20% થી વધારે લોકો નેત્રહીન છે. લોકોમાં જાગૃતતા ફેલાવવા વિશ્વ દ્રષ્ટિ દિવસ ઉજવાય છે.

આંખોની સુરક્ષા માટે નિયમિત તપાસ અને સારવાર કરવાથી આંખો લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકે છે. અત્યારના લોકો લેપટોપ અને મોબાઈલ પર જ આધારિત હોવાથી તેમને આંખોની સૌથી વધુ તકલીફ ઊભી થાય છે. આંખોની સમસ્યા ફક્ત મોટા લોકોમાં જ નહીં પરંતુ નાના બાળકોમાં પણ ખૂબ જોવા મળે છે. ખાસ મોબાઈલ ના વધુ ઉપયોગ કરનાર લોકો માટે આંખ સાચવવી ખૂબ અઘરી છે, કારણ કે લાંબા સમય સુધી સ્ક્રીન સામે જોતા રહેવાથી આવશ્યકતા અનુસાર આંખની પાંપણો ફરકતી નથી. જેથી આંખમાં રહેલો પાણીનો ભાગ સુકાઈ જાય છે અને બળતરા થાય છે. આંખોનો સતત ઉપયોગ થવાથી આંખો થાકી જાય છે.

નજીકની દ્રષ્ટિ એ એક એવી સમસ્યા છે કે જ્યાં દૂર ની ચીજ વસ્તુઓ જોવામાં ખૂબ પરેશાની થાય છે અથવા તો ધૂંધળી દેખાય છે, જ્યારે નજીકની ચીજ વસ્તુઓ ચોખ્ખી દેખાય છે. કારણ કે ઘરની અંદર જ રહીને લાંબા સમય સુધી સ્ક્રીન જોવાથી આપણી આંખોનું ફોકસ આપણા હાથની લંબાઈ જેટલું જ રહી જાય છે. આંખોને સ્વસ્થ રાખવા માટે ખોરાકમાં લીલા શાકભાજી અને પીળા તેમજ લાલ ફળોને વધારે સામેલ કરવા. ધુમ્રપાન કરવું નહીં તેમજ આંખોને સુરજના હાનિકારક કિરણોથી બચાવવા માટે તડકાના ચશ્મા પહેરવા. દર 20 મિનિટે આંખોને આરામ આપવો તેમજ 20 સેક્ધડ માટે 20 ફૂટ દૂર જોવું.

આંખો આપણને કુદરતે આપેલી સુંદર ભેટ છે. લેપટોપ અને મોબાઇલનો વધુ પડતો ઉપયોગ કરીને આંખોને નુકસાન પહોંચાડશો તો કુદરતની સુંદર રચના જોઈ નહીં શકો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.