ડાર્કવેબ પર નમારીજુઆનાથ (ગાંજાના છોડના સૂકાં પાંદડા, જે પીવાથી ઘેન ચડે છે), હ્યુમન એકસપેરિમેન્ટ (જીવતા માણસ પર પ્રાયોગિક અખતરા કરવા તે), હિટમેન સર્વિસ (ભાડુઆતી ખૂની), હિડન
વિકી (છૂપી માહિતીઓ), બુટલેગિંગ (ગેરકાયદે દારૂની હેરફેર કરવી તે), હથિયારો, ક્રેડિટ કાર્ડની માહિતીઓ તથા રમતગમતના મેચ પર સટ્ટાબાજી જેવી પ્રવૃતિઓ પણ થઈ શકે છે
દુનિયાની સૌથી પહેલી સ્ત્રી તે પેન્ડોરા! જેને ગ્રીકનાં સર્વોચ્ચ દેવતા ઝ્યુસે એક પિટારાની સાથે પૃથ્વી પર મોકલી. એ સમયે દુનિયા આખીયમાં ક્યાંય કોઈ જાતની નકારાત્મકતા નહોતી પ્રગટી. ગુનાખોરી, ગુસ્સો, ક્રોધ, લાલસા, વેર, વાસના જેવા શબ્દોથી પ્રજા અજાણ હતી. જીવનભર બોક્સ ન ખોલવાની પ્રતિજ્ઞા સાથે મોકલાયેલી પેન્ડોરાથી એક દિવસ ન પણ રહેવાયું અને જીજ્ઞાસાવશ તેણે પિટારો ખોલી નાંખ્યો! ધસમસતા વેગે અંદરથી એકસાથે બહાર નીકળેલી તમામ નકારાત્મકતાઓએ જોતજોતામાં સમગ્ર વિશ્વ પર કબજો કરી લીધો. ક્રોધ, વેર, ગુસ્સો, માર-કાપ, વાસના, મોહ-માયા, ઈર્ષા લોકોના મનમાં ઘર કરી ગયા!
એ દિવસે દુનિયાની તમામ પવિત્રતાઓનો નાશ થયો અને એક નવા અંધાર યુગનો પ્રારંભ થયો, પરંતુ એવા સમયે પોતાના પતિના આદેશથી પેન્ડોરાએ ફરી કરતાં ડરતાં બોકસ ખોલ્યું. આ વખતે એના તળિયે એક નાનકડું અમથું પ્રકાશ પૂંજ ચમકતું હતું. પેન્ડોરાએ તેને બહાર કાઢીને જોયું તો તે આશાનું પ્રકાશ પૂંજ હતું. આશા (હોપ)નાં એ કિરણોએ વિશ્વમાં ફેલાઈને લોકોને આશ્વાસન આપવાનું તથા આશા જગાડવાનું કાર્ય કર્યું, જેના પરિણામસ્વરૂપ નકારાત્મક અસરો સંપૂર્ણપણે નાબૂદ તો ન થઈ પરંતુ તેમની અસરકારકતા જરૂરથી ઓછી થઈ ગઈ.
આશાનું એ કિરણ એ વખતે તો વિશ્વને અંધકાર યુગમાંથી પ્રકાશયુગ તરફ ખેંચી ગયું, પરંતુ અત્યારના આ કાળા-ડિબાંગ અંધારા સમાન ડાર્ક વેબનાં યુગમાં ક્યું પરિબળ વિશ્વને ફરી બેઠું કરશે? ડાર્ક વેબ, ડીપ વેબ, હિડન વેબ, ઈન્વિઝિબલ (અદ્રશ્ય) વેબ જેવાં શબ્દોથી જ જયારે અત્યારનું વિશ્વ અજાણ છે, ત્યારે તેનાથી બચવાની અને આશ્વસ્ત થવાની તો વાત જ કયાંથી! નઝેરનું મારણ ઝેરથ… એવી જ રીતે આઈ.એસ. ના આ નવા નડાર્ક-ડીપ વેબથના ફંડા સામે લડવા માટે એમની જ પધ્ધતિ/સિસ્ટમને સમજવી પડશે.
સમગ્ર વિશ્વ અને આપણે સૌ કોઈ ત્રણ પ્રકારનાં ઈન્ટરનેટ (વેબ) સ્તર પર વહેંચાયેલા છીએ. સૌપ્રથમ તો સરફેસ વેબ (સપાટીનો પૃષ્ઠ ભાગ) કે જેમાં સામાન્ય પ્રકારની વેબસાઈટ્સ જેવી કે ગૂગલ, ફેસબૂક તથા સામાન્ય ડોમેઈન નેમ ધરાવતી સાઈટ્સનો સમાવેશ થાય છે. બીજું સ્તર છે ડીપ વેબ! અને ડીપ-વેબ કરતાં પણ વધુ ખતરનાક એવું ત્રીજું તથા આખરી સ્તર છે ડાર્ક વેબ!
ડીપ-વેબ એવા પ્રકારનું ઈન્ટરનેટ છે જેની આપણે કદી કલ્પના પણ ન કરી હોય! કેમકે તે હંમેશાથી ઈન્ટરનેટની બીજી બાજુ કે જે તદન ડાર્ક છે, કાળી ડિબાંગ છે તેનાથી ઘેરાયેલું રહ્યું છે. તેના કોઈપણ ક્ધટેન્ટ (સામગ્રી) ગૂગલ, યાહૂ, બિંગ જેવા સર્ચ એન્જિન્સ પર અનુક્રમિત થયેલ નથી. ઘણા લોકો ડીપ વેબ અને ડાર્ક વેબને એકસમાન સમજે છે, પરંતુ ખરેખર એવું છે નહીં! ડાર્ક વેબ તો વળી તેનાથી પણ એક કદમ ઉપર છે. ડીપ વેબ કરતા નાનું, પણ વિશ્વનાં મહતમ દેશોમાં પોતાનો વ્યાપ ધરાવતું ડાર્ક વેબ, એવા પ્રકારની વેબસાઈટ્સનો સમૂહ છે જેના પર ડ્રગ્સથી માંડીને બોમ્બ સુધીની તમામ ગેરકાનૂની ચીજવસ્તુઓ કોઈ રોકટોક વિના ખરીદી તથા વેચી શકાય છે! અરે, ભાડૂતી ખૂની સુધ્ધાં ખરીદી શકાય! એક રિપોર્ટ મુજબ, માત્ર 4% વેબ (ઈન્ટરનેટ) ક્ધટેન્ટ સામાન્ય લોકો કે નાગરિકો માટે દ્રશ્યમાન હોય છે. બાકીનું 96% વેબ ઈન્ટરનેટ જગતના કાળા અંધકારમાં ગર્ત છે.
મારા-તમારા જેવા સામાન્ય લોકો તો આ પ્રકારનાં વેબનો ઉપયોગ પણ ન કરી શકે. કારણ તેના માટે વિશિષ્ટ સોફ્ટવેર તેમજ અધિકૃતિની જરૂર પડે. ઉપરાંત તેના વપરાશ માટેની પધ્ધતિઓ પણ ઘણી જ જટીલ છે, જેનું જ્ઞાન કમ્પ્યુટર સાયન્ટિસ્ટ કે અધિકૃત વ્યકિત પાસે જ હોઈ શકે. પરંતુ આવા વેબમાંથી કંઈ પણ ખરીદતી વખતે થોડીક સાવચેતી સિવાય બીજા કશા ખાસ જ્ઞાનની આવશ્યકતા ન હોવાને લીધે ધીરે ધીરે ગુનાખોરીની દુનિયા વિસ્તરી રહી છે. કમ્પ્યુટર સાયન્ટિસ્ટ માઈક બર્ગમનએ ઈ.સ. ર000ની સાલમાં પડીપ વેબ શબ્દને વ્યાખ્યાયિત કર્યો હતો.
આપણે રોજબરોજનાં કાર્યો માટે વપરાતી વેબસાઈટને જોવા માટે મોઝિલા ફાયરફોક્સ, ગૂગલ ક્રોમ, યુસી બ્રાઉઝર વગેરે જેવાં બ્રાઉઝર્સનો ઉપયોગ કરીએ છીએ. જયારે ડાર્ક વેબને સર્ચ કરવા માટે કેટલાક અલગ પ્રકારના નેટવર્ક ઉપલબ્ધ છે. ફ્રી નેટ, ઈં2ઙ (ઈન્વિઝિબલ ઈન્ટરનેટ પ્રોજેકટ), ઝઘછ (ધ ઓનીયન રાઉટર) જેવા નેટવર્કનો ઉપયોગ કરીને ખાનગી સંસ્થાઓ ડાર્ક વેબને એક્સેસ કરે છે. સરફેસ વેબસાઈટસમાં પ.ભજ્ઞળથ, પ.જ્ઞલિથ, પ.શક્ષથ જેવા ડોમેઈનનો ઉપયોગ થાય છે. જયારે ડાર્ક-વેબની વિવિધ વેબસાઈટસમાં પ.જ્ઞક્ષશજ્ઞક્ષથ ડોમેઈનનો વપરાશ થાય છે. પટોર બ્રાઉઝર એ ડાર્કવેબ જગત માટે સૌથી વિશ્વસનીય બ્રાઉઝર્સમાનું એક છે, જેનો ઉપયોગ હાલમાં મહતમ પ્રમાણમાં થઈ રહ્યો છે.
ડાર્કવેબની એક ખાસિયત કહો કે પછી આપણી પોતાની કમનસીબી કે તેને ઈસ્તમાલ કરનાર યુઝરનું નામ તથા સરનામું જાહેર થઈ શકતું નથી. ‘ધ ડાર્ક નેટ એન્ક્રિપ્શન ટેકનોલોજી’ કોઈ પણ ડાર્ક વેબ યુઝરની ઓળખાણ તથા લોકેશન ખાનગી રાખવાની બાંહેધરી આપે છે. જેને લીધે ગુનાહિત વ્યકિત કે ગેરકાયદે વસ્તુ ખરીદનાર વ્યક્તિ જલ્દીથી પકડાતો નથી, ઉચ્ચસ્તરીય એન્ક્રિપ્શનનાં લીધે દુનિયાની કોઈપણ સંસ્થા કે વેબસાઈટ, આવા યુઝરનાં જીઓ-લોકેશન કે આઈ.પી. એડ્રેસ જેવી વિગતોથી માહિતગાર થઈ શકતું નથી. એક છેડેથી મોકલાયેલી તમામ વિગતો ડાર્ક વેબનાં બીજા છેડા પર બેઠેલી વ્યકિત જ જોઈ શકે તેવી તમામ ગોઠવણ આ પ્રકારનાં નેટવર્કમાં હોય છે.
ટોર બ્રાઉઝરનો ‘ઓનિયન રાઉટિંગ’ સિધ્ધાંત નેવુંના દશકામાં ‘યુનાઈટેડ સ્ટેટસ નવલ રિસર્ચ લેબોરેટરી’નાં ત્રણ કર્મચારીઓ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો. જેમાં ગણિતશાસ્ત્રી પોલ સિર્વસન અને બે કમ્પ્યુટર સાયન્ટિસ્ટ માઈકલ જી. રીડ તથા ડેવિડ ગોલ્ડ સ્કેલેગનો સમાવેશ થાય છે. તેમનો મુખ્ય ઉદેશ્ય યુ.એસ.ની ગુપ્ત માહિતીની લેવડ-દેવડને ઓનલાઈન ખતરાથી બચાવવાનો હતો, પરંતુ બાદમાં આ જ નેટવર્કનો ઉપયોગ પરવાનગી વગર સરકારી દસ્તાવેજો મેળવવા, રાજકારણીય પ્રવૃતિઓના સંચાલન માટે તેમજ દેશ-રાજ્યનાં નિયમો વિરૂધ્ધ થવા લાગ્યો.
ડાર્ક-ડીપ વેબનો ઉપયોગ કરનારા યુઝર્સ વ્યકિતગત રીતે કે પછી સમૂહમાં પોતાની ગુનાહિત પ્રવૃતિઓને પાર પાડતા હોય છે, હાલમાં એક્ષડેડિક (ડ્ઢઉયમશભ), હેકફોરમ, ટ્રોજનફોર્જ, માઝીફાકા, ડાર્કોડ અને ધ રિયલ ડિલ નામના સમૂહો ડાર્કનેટ માર્કેટમાં કાર્યરત છે. આવી માર્કેટમાં કોઈપણ વસ્તુ ખરીદ્યા પછી તેની કિંમતની વસુલી પણ અલગ પ્રકારથી થાય છે, જેમાં કેટલીક ફોરમ, પેપાલ અને બિટકોઈન્સનો સમાવેશ ડિજિટલ કરન્સીમાં કરી શકાય.
31 ઓકટોબર, 2008નાં રોજ ‘સાતોશી નાકામોટો’ નામના કમ્પ્યુટર પ્રોગામર્સના સમુહે ક્રિપ્ટોગ્રાફી (સંકેત લેખ)નાં મેઈલની યાદીમાં પર બિટકોઈન પદ્ધતિ દાખલ કરી, જે એક પ્રકારની ડિજિટલ કરન્સી છે. વિધિવત રીતે 2009માં આ સોફટવેરને પ્રમાણિત જાહેર કરવામાં આવ્યો. અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે (નાણા ખાતું) તેને વિકેન્દ્રિત (ડિસેન્ટ્રલાઈઝડ્) વર્ચ્યુલ કરન્સી જાહેર કરી છે. કારણ કે આ કરન્સી માટે કોઈ જાતના સંગ્રહસ્થાન કે વહીવટકર્તાની જરૂર પડતી નથી. એટલે આમ જોવા જઈએ તો, ગુનાહિત પ્રવૃતિઓ ખરીદતી વખતે વપરાતી આ બિટકોઈન ડિજિટલ કરન્સી, કાયદાકીય રીતે માન્ય છે (પરંતુ અમુક જ દેશોમાં!). ઈ. સ. 2140 પહેલા 21 મિલિયન (લગભગ બે કરોડ દસ લાખ) જેટલા બિટકોઈન ડાર્કવેબની બ્લેક માર્કેટમાં ફરતા હશે. ભારતમાં નનિશીથ દેસાઈ એસોસિયેટ્સથ ભારતની અગ્રણી લો ફર્મ છે, જે બિટકોઈન પ્રમાણિત કરે છે.
આપણે જે ઓનલાઈન ખરીદી કરીએ છીએ તેને ઈ-કોમર્સ શોપિંગ કહે છે, જયારે ડાર્ક-વેબ દ્વારા થતી કોઈપણ ખરીદારી ડી-કોમર્સ શોપિંગ તરીકે ઓળખાય છે. પહેલાના દશકામાં એક પિસ્તોલ ખરીદવી પણ ઘણી અઘરી હતી, પરંતુ આજે ડાર્ક વેબ દ્વારા ખરીદાતી મોંઘામાં મોંઘી બંદૂક કે પછી ઊંચી જાતના ચરસ-ગાંજા તો સાવ સામાન્ય ગણાય છે. પોલીસ દ્વારા પકડાઈ જવાનો ડર રાખ્યા વગર, વ્યકિત બેફામ ચરસ-ગાંજા-ડ્રગ્સ ખરીદી શકે છે. કમ્પ્યુટરનાં માઉસની એક જ કિલક પર હેરોઈન-કોકેઈન યુરોપમાંથી ઘરઆંગણે કુરિયર કરાવી શકાય છે! ડાર્કવેબ પર તો આવી અઢળક હાટડીઓ ખૂલ્લી મૂકાઈ છે. આલ્ફાબે, ડ્રીમ માર્કેટ, હંસા માર્કેટ, આઉટ-લો માર્કેટ, પાયથન માર્કેટ, એક્રોપોલિસ માર્કેટ, સિલ્ક રોડ, 3.0 તેમજ ઝોકાલો જેવી માર્કેટ ગ્રાહકની તમામ જરૂરિયાતો તેમજ વ્યસનોને ડાર્કવેબ પર સપ્લાય કરવાનું કામ કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે બોમ્બ બનાવવાનું માર્ગદર્શન આપતી પુસ્તિકાઓ બે ડોલર (લગભગ 150 રૂપિયા)માં ઉપલબ્ધ છે!
સિલ્ક રોડ એ એવી ઓનલાઈન બ્લેક માર્કેટ છે. જેમાં પ્રવેશવાનો અધિકાર, માત્ર અને માત્ર ટોર બ્રાઉઝરનો ઉપયોગ કરનાર કલાયન્ટ પાસે જ છે. એવું કહેવાય છે કે સિલ્ક રોડ પર ડ્રગ્સ વેચી તથા ખરીદી શકાતા હતા. (અને કદાચ હજુ પણ ચાલુ જ છે!) સિલ્ક રોડ ડાર્ક-વેબની સૌથી મોટી માર્કેટ છે.
ડાર્કવેબ પર નમારીજુઆનાથ (ગાંજાના છોડના સૂકાં પાંદડા, જે પીવાથી ઘેન ચડે છે), હ્યુમન એકસપેરિમેન્ટ (જીવતા માણસ પર પ્રાયોગિક અખતરા કરવા તે), હિટમેન સર્વિસ (ભાડુઆતી ખૂની), હિડન વિકી (છૂપી માહિતીઓ), બુટલેગિંગ (ગેરકાયદે દારૂની હેરફેર કરવી તે), હથિયારો, ક્રેડિટ કાર્ડની માહિતીઓ તથા રમતગમતના મેચ પર સટ્ટાબાજી જેવી પ્રવૃતિઓ પણ થઈ શકે છે.
સામાન્ય રીતે માણસ હોવાના નાતે જિજ્ઞાસાવશ એવો પ્રશ્ન તો થાય જ છે કે ઓનલાઈન ખરીદી કર્યા બાદ આવી બધી ગેરકાનૂની ચીજ-વસ્તુઓ કઈ રીતે તેના મૂળ ગ્રાહક સુધી પહોંચાડાતી હશે!? તો આનો જવાબ ખૂબ જ સરળ છે. ઈ-કોમર્સ શોપિંગ વેબસાઈટ્સમાં મંગાતી જરૂરી માહિતીઓની ડાર્કવેબમાં કોઈ જરૂરિયાત રહેતી નથી. આથી ડાર્ક-વેબનો ઓનલાઈન દુકાનદાર, ગ્રાહક પાસેથી બિટકોઈન રૂપે વસ્તુની કિંમત વસુલે છે અને બાદમાં તેના ઘરનાં સરનામે કુરીયર કરી દે છે.
ચરસ-ગાંજા જેવા નશાકારક પદાર્થો ભારતની બહારથી મંગાવવાની જરૂરત નથી પડતી, કારણ કે તે પહેલેથી જ અહીં સહેલાઈથી ઉપલબ્ધ છે. આથી દેશની અંદરોઅંદર કુરીયર કરવામાં આવેલા, આવા પદાર્થોના પાર્સલને કોઈ સિક્યોરિટી ચેકમાંથી પસાર થયા વગર જ વોટરપ્રૂફ કુરીયર કરી દેવામાં આવે છે. બીજી બાજુ અમુક મોંઘા ભાવના હથિયારોને વિદેશમાંથી અહીંયા આયાત કરવામાં આવે છે. આવી બંદૂકો તથા અન્ય હથિયારોના ભાગોને છૂટા પાડી તેના પાંચ કે છ ટુકડાઓને દરિયાઈ માર્ગેથી ગ્રાહકો પાસે મોકલી આપવામાં આવે છે.
ભારત સહિતના અન્ય દેશોમાં ડાર્કવેબ માટે ઉપયોગમાં લેવાતા સર્ચ એન્જિનમાં જ્ઞક્ષશજ્ઞક્ષ.ભશિું, જ્ઞક્ષશજ્ઞક્ષ.જ્ઞિં, ગજ્ઞિં ઊદશહ, ૠફિળત તથા ખયળયડ્ઢ મયયા સર્ચ એન્જિનનો સમાવેશ થાય છે. મુંબઈના સાયબર-લો એક્સપર્ટ પવન દુગ્ગલના જણાવ્યા મુજબ, ભારતની ખૂબ ઓછી વસ્તી ડાર્કનેટ વિશે જાણે છે. ડાર્ક વેબની દુનિયામાં કોઈ નિયમ-કાયદા કે શરતો લાગુ નથી પડતી. અનિશ્ચિતતાથી ભરેલા આ વેબ જગતમાં યુઝરની ઓળખાણ થઈ શકવી ખૂબ મુશ્કેલ છે. તેમજ અહીં ઈલેક્ટ્રોનિક પુરાવાઓ પણ એકઠા નથી કરી શકાતા. દેશની કમનસીબી એ છે કે આપણે હજી સુધી આ દિશામાં વિચારવાનું પણ શરૂ નથી કર્યુ! અંધારી આલમના બેતાજ બાદશાહ એવા આતંકવાદી સંગઠન, આઈ.એમ.ના સામાન્ય સાગરિતો પણ જો ડીપ વેબનો ઉપયોગ કરીને તેમના સંપર્કમાં રહી શકતા હોય તો ભારતનાં સાઇબર સેલ ડિપાર્ટમેન્ટે આ વાતને નજરઅંદાજ કરવા જેવી નથી! ‘શાંતિપ્રિય’ ગણાતું ગુજરાત પણ હવે ધીરે ધીરે ડાર્ક વેબના કાળા સકંજામાં સપડાતું જાય માટે છે, જેને આ અંધકાર યુગમાંથી મુકિત અપાવવા આશારૂપી કિરણોનું પેન્ડોરા બોક્સ કોઈકે તો ખોલવું જ રહ્યું!