રાજકોટને દેશનું નંબર વન સ્વચ્છ શહેર બનાવવાના સપના મહાપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ નિહાળી રહ્યા છે પરંતુ દિવા તળે જ અંધારું તે કહેવત જેવું કંઈક મહાપાલિકાની કચેરીમાં જોવા મળી રહ્યું છે. સેન્ટ્રલ ઝોન કચેરીના પ્રવેશદ્વાર પાસે મુકવામાં આવેલી બે ડસ્ટબીન પાસે સુકાયેલા વૃક્ષના ઢગલા ખડકાયેલા છે.
અધિકારીઓ અને પદાધિકારીઓ દિવસમાં અનેકવાર અહીંથી પસાર થાય છે છતાં દિવસોથી મહાપાલિકાના પ્રાંગણમાં પડેલો આ કચરો તેઓની આંખે દેખાતો નથી. જો કોઈ શહેરીજન સામાન્ય ગંદકી કરે તો પણ તેઓને સ્વચ્છતાના પાઠ ભણાવવામાં મશગુલ થઈ જતી મહાપાલિકા ખુદ પોતાનું આંગણું ચોખ્ખુ રાખવામાં નિષ્ફળ ગઈ છે