તબીબ અને પોલીસ સ્ટાફને કોરોના પોઝીટીવ આવે તો દવાખાનાને પોલીસ મથકની કામગીરી ચાલુ રહે તો હાઇકોર્ટમાં કેમ નહી: દિલીપ પટેલ
સુપ્રિમ કોર્ટના મુખ્યન્યાય મૂતિને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના મેમ્બરે પત્ર લખી ઘટતું કરવા કરી માંગ
હાઇકોર્ટના રજીસ્ટ્રી વિભાગના ૬ કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવતા ત્રણ દિવસ સુધી હાઇકોર્ટ સજજડ બંધ કરી દેવાના વિરોધમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના મેમ્બરે દિલીપ પટેલ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂતિને પત્ર લખી ઘટતું કરવા માંગ કરી છે.
વધુ વિગત મુજબ કોરોનાની મહામારીથી લોકડાઉન કરવામાં આવેલુ અને સુપ્રિમ કોર્ટથી લઇ નીચેની અદાલતોમાં માત્ર આભાસી કોર્ટમાં માત્ર અરજન્ટ કામ ગીરી કરવામાં આવી છે.
ચાલુ સપ્તાહમાં હાઇકોર્ટમાં રજીસ્ટ્રી વિભાગના કર્મચારીનો રિપોર્ટ પોઝીટીવ આવતા ત્રણ-દિવગસ સુધી હાઇકોર્ટ સજજડ બંધ કરવામાં આવેલી છે. બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલે કોર્ટના મુખ્ય ન્યાયમૂતિને પત્ર લખી રજૂઆત કરી છે. કે પોલીસ સ્ટાફ સફાઇ કામદારો હોસ્પિટલના તબીબ અને સ્ટાફ સહિતના કર્મચારીઓનો રિપોર્ટ પોઝીવીટ આવે છે. ત્યારે કચેરી બંધ કરવામાં નથી આવતી એકરોમાં પથરાયેલી હાઇકોર્ટમાં હજારો કર્મચારીઓ ફરજ બજાવે છે. રાજયની તમામ કચેરીમાં રાબેતા મુબજની કામગીરી ચાલી રહી છે. ત્યારે કચેરીઓ બંધ કરવામાં નથી. આવતી ત્યારે અમુક વિભાગના કર્મચારીઓનો રિપોર્ટ પોઝીટીવ આવે ત્યારે આપી કચેરી કે અદાલતની કામગીરી ચાલુ રાખવા માંગ કરી છે. તેમ દિલીપ પટેલે જણાવ્યું.