પોલીસે બે સગા ભાઇઓ સહિત ત્રણ સામે ગેંગ રેપ અને બ્લેક મેઇલીંગનો ગુનો નોંધ્યો
જેતપુર તાલુકાના દેરડી ગામની સગીર બાળાને પ્રેમ ઝાળમાં ફસાવી બ્લેક મેઈલીંગ કરી બે સગા ભાઇઓ સહિત ત્રણ શખ્સોએ અઢી વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે ત્રણેય શખ્સો સામે બ્લેક મેઇલીંગ અને ગેંગ રેપનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દેરડીની સગીર બાળા પર ગેંગ રેપ અને બ્લેક મેઇલીંગ અંગેનો મનિષ બાબુ લાલકીયા તેનો ભાઇ કિશોર અને જયેશ દિનેશ સુરેલા નામના શખ્સો સામે જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.
સગીર બાળાને મનિષ બાબુ લાલકીયા સાથે પ્રેમ સંબંધ હોવાની અને તેને શરીર સુખ માણ્યાની તેના ભાઇ કિશોર લાલકીયાને જાણ થતા સગીર બાળાને કિશોરે બ્લેક મેઇલીંગ કરી બળજબરીથી બળાત્કાર ગુજાર્યાની તેના ગામના જયેશ દિનેશ સુરેલાને જાણ થતા તેને પણ બળાત્કાર ગુજાર્યા બાદ ત્રણેય શખ્સોએ સાથે મળી સગીર બાળાને વિરપુર ગેસ્ટ હાઉસમાં લઇ જઇ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો.
સગીર બાળા પોતાના ઘરે ગુમસુમ રહેતી હોવાનું અને તેણી પાસે મોબાઇલ હોવાથી પરિવારજનોએ પૂછપરછ કરતા મનિષ, કિશોર અને જયેશ અઢી વર્ષથી અવાર નવાર બળાત્કાર ગુજારતા હોવાનું જણાવ્યું હતો. બાળાની કબુલાતથી પરિવારજનો ચોકી ઉઠયા હતા અને જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણેય સામે ગેંગ રેપ અને બ્લેક મેઇલીંગ અંગેનો ગુનો નોંધી પી.એસ.આઇ. રાજદીપસિંહ જાડેજાએ તપાસ હાથધરી છે.