હજારો-લાખો વિઘાર્થીઓના ઘડતરમાં સિંહફાળો આપનાર મુઠ્ઠી ઉચેરા માનવીને જન્મજયંતિ લાખ લાખ સલામ
માણસ કેટલું જીવ્યો એ મહત્વનું નથી. પરંતુ કેવું જીવ્યો એ મહતવનું છે. વ્યકિત પોતાના કાર્યથી ઓળખાય છે. અને અજર અમર બની જાય છે. વ્યકિતના મૃત્યુને વર્ષો વીતી ગયા હોય છતાં લોકોના હ્રદયમાં એ જીવિત હોય છે. આવું જ કાંઇક નોખું અનોખું વ્યકિતત્વના માલીક, મુંઠી ઉચેરા માનવી, પરગજુ પ્રવૃતિનો પ્રાણ, અલગારી ઓલીયા અને સેવાનો જીવ એવા દીપચંદભાઇ ગારડીની વિદાયને વર્ષો વીતી ગયા છતાં આજે પણ સૌરાષ્ટ્રવાસીઓ નતમસ્તકે તેમને યાદ કરે છે અને તેના જીવનમાંથી પ્રેરણા લઇને સેવાના કાર્યો કરે છે.
રાજકોટ જીલ્લાના પડધરી તાલુકામાં તા. રપ એપ્રિલ ૧૯૧૫ ના પવિત્ર દિનાંકે જન્મેલા આધુનિક યુગના ઋષિ પુરુષ જન્મે, ધર્મે, કર્મે અને મર્મે ખરા અર્થમાં સતયુગમાં જાણે ભુલા પડેલા હોય જેમને જીવન પર્યત જૈન ફિલોસોફીની જીભથી અને જીવથી પોતાના જીવન કવનમાં ઉતારી સેવા કરવી અને કરાવવી એ એમને જીવનમંત્ર બનાવ્યું હતું. જીંદગીના અંતિમ શ્વાસ સુધી છેવાડાના માનવીની સેવા માટે કાર્યરત રહી લોકોને સેવા જ સાચો ધર્મ છે.
એવું ઉદાહરણ આપ્યું હતું. ગુજરાતના અસંખ્ય ગામોમાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સ્કુલોનું નિર્માણ કરી કરોડો ‚પિયાની સખાવત કરી હતી. તેમની આ ઉદારતાને ઘ્યાને લઇ ગુજરાત સરકારના તત્કાલીન આરોગ્ય મંત્રી સ્વ. વલ્લભભાઇ પટેલે તેમને સ્ટેટ ગેસ્ટ જાહેર કર્યા હતા. માત્ર ગુજરાત જ નહિ પરંતુ ગુજરાતની બહાર અન્ય રાજયો, બિહાર, ઝારખંડ, ઓરીસ્સા, આસામ, મહારાષ્ટ્ર, મઘ્યપ્રદેશ જેવા રાજયોાં પણ કરોડો રૂપીયાની સખાવત કરી હતી.
સૌરાષ્ટ્ર વિશ્વ વિઘાલય કે જે આજે ફાઇવ સ્ટારનો રેન્ક ધરાવે છે જેનો ખરેખર શ્રેય કોઇને આપવો હોય તો પૂ. દીપચંદભાઇ ગારડીને જે આપી શકાય. સૌરાષ્ટ્ર યુનિ. ની શાખ ખરેખર જયારે દાવ ઉપર હતી ત્યારે ભારતભામાશા દીપચંદ્રભાઇ ગારડીઉે યુનિવર્સિટીનો હાથ ઝાલી લગભગ દરેક ભવનના નિર્માણમાં કરોડો રૂપિયાની સખતાવત કરી તત્કાલીન વાઇસ ચાન્સેલર ડો. કનુભાઇ માવાણી, ડો. કમલેશ જોષીપુરા, ડો. મહેન્દ્રભાઇ પાડલીયા સાથે ખુબ કામ કર્યુ હતું.
નાના મોટા બધાને શાંતિથી જીવન જીવવાનો અધિકાર છે. અને હું જાણું છું કે સત્ય હોઇ શકે પણ બીજાઓ જે કહે છે કે પણ મારે સ્વીકારવું જ રહ્યું આ વાકયને માનનારા પુ. દીપચંદભાઇ ને સારૌષ્ટ્ર વાસીઓ કયારેલ ભૂલી શકશે નહી. કદાચ આવનારા ૧૦૦ વર્ષમાં પણ આવું વિરલ વ્યકિતત્વ કદાચ આ ભૂમિને મળી શકશે નહીં.મૂલ્યોના માનવીને તેમના ૧૦૫ ના જન્મ દિને સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ કોટી કોટી વંદન અને ભાવપૂર્વક શ્રઘ્ધાંંજલી