અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન, વિપ્રો અને વિપ્રો એન્ટરપ્રાઈઝીસે કોવિડ-૧૯ મહામારીનો સામનો કરવા માટે ૧૧૨૫ કરોડ રૂપિયા દાનમાં આપ્યા, જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કોરોનાનો સામનો કરવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહતકોષ અને ગુજરાતના મુખ્યમંત્રી રાહતકોષમાં ૫૦૦-૫૦૦ કરોડ આપ્યા
વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજી દેશના દાનવીરોની યાદીમાં પ્રથમ નંબરે રહ્યા છે. ફાઈનાન્સિયલ યર ૨૦૨૦માં તેમણે ૭૯૦૪ કરોડ રૂપિયા દાનમાં આપ્યા, એટલે કે દરરોજ લગભગ ૨૨ કરોડ રૂપિયા દાન કર્યા. પ્રેમજીએ મુકેશ અંબાણીના મુકાબલે ૧૭ ગણું વધુ ડોનેશન આપ્યું. અંબાણીએ આ દરમિયાન ૪૫૮ કરોડ રૂપિયા ચેરિટીનાં કામો માટે આપ્યાં. હુરુન રિપોર્ટ ઈન્ડિયા અને એેડેલગિવ ફાઉન્ડેશને દેશના દાનવીરોની યાદી જારી કરી હતી.
અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન, વિપ્રો અને વિપ્રો એન્ટરપ્રાઈઝીસે કોવિડ-૧૯ મહામારીનો સામનો કરવા માટે ૧૧૨૫ કરોડ રૂપિયા દાનમાં આપ્યા, જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કોરોનાનો સામનો કરવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહતકોષ અને ગુજરાતના મુખ્યમંત્રી રાહતકોષમાં ૫૦૦-૫૦૦ કરોડ આપ્યા હતા.
હુરુન ઈન્ડિયાના એમડી અને ચીફ રિસર્ચર અનસ રહેમાન જુનૈદે કહ્યું હતું કે અઝીમ પ્રેમજી ભારતમાં ચેરિટીના મામલે આદર્શ છે. તેઓ અન્ય ઉદ્યોગસાહસિકોને પણ દાન આપવા માટે પ્રેરિત કરી રહ્યા છે.
ફિલાન્થ્રોપી લિસ્ટમાં પ્રેમજી પછી બીજા નંબરે એચસીએલ ટેકનોલોજીસના ફાઉન્ડર શિવ નાદર છે. તેમણે એક વર્ષમાં ૭૯૫ કરોડ રૂપિયા દાનમાં આપ્યા, જ્યારે એશિયાના સૌથી અમીર અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી ૪૫૮ કરોડના ડોનેશન સાથે ત્રીજા નંબર પર રહ્યા છે.