યુવરાજ અને ભજીએ ટવીટર ઉપર મેસેજ કરી પાકિસ્તાનનાં ઓલ રાઉન્ડર સાઈદ આફ્રિદી ફાઉન્ડેશનમાં મદદ કરવા આહવાન કર્યું
પાકિસ્તાનનાં ભૂતપૂર્વ સ્પીનર દાનિશ કનેરિયાએ શુક્રવારનાં રોજ ટવીટર ઉપર ભારતનાં ક્રિકેટરો યુવરાજસિંહ અને હરભજનસિંહને ઉદાર હાથે પાકિસ્તાનમાં વસતા હિન્દુઓને મદદ કરવા માટે આજીજી કરી છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં અનિલ દલપત બાદ દાનિશ કનેરિયા હિન્દુ ક્રિકેટર છે કે જેને ભારતીય ક્રિકેટરોને કોરોના વાયરસનાં પગલે પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ માટે મદદ કરવા અપીલ કરી છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ શુક્રવારે ટ્વિટર પર એક ખાસ વિનંતી કરી છે. અનિલ દલપત બાદ કનેરિયા આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન માટે રમનારો બીજો હિંદુ ક્રિકેટર છે. આ ઉપરાંત પાકિસ્તાન માટે રમનારા સાત બિનમુસ્લિમ ક્રિકેટરમાંનો એક છે. કનેરિયાએ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ અને હરભજન સિંહને કોરોના વાયરસ સામે લડી રહેલા પાકિસ્તાનના લઘુમતીઓની મદદ કરવાની અપીલ કરી છે. પાકિસ્તાન માટે ૬૧ ટેસ્ટ અને ૧૮ વન-ડે રમી ચૂકેલા સ્પિનર કનેરિયાએ ટ્વિટર પર ભારતીય ખેલાડીઓની મદદ માંગી છે. યુવરાજ અને હરભજને ટ્વિટ કરીને પાકિસ્તાનના ભૂતપૂર્વ સુકાની અને ઓલ-રાઉન્ડર શાહિદ આફ્રિદીના ફાઉન્ડેશનને મદદ કરવાની અપીલ કરી હતી. આફ્રિદી પાકિસ્તાનમાં કોરોના સામેના જંગમાં લોકોની મદદ કરી રહ્યો છે. યુવરાજ અને હરભજને લોકોને તેના ફાઉન્ડેશનની મદદ કરવાનું કહ્યું હતું.
તેમની આ ટ્વિટ બાદ કનેરિયાએ એક વિડીયો ટ્વિટ કરીને વિનંતી કરી છે કે, હું યુવરાજ સિંહ અને હરભજન સિંહ પાકિસ્તાનમાં રહેતા લઘુમતીઓ માટે પણ એક વિડીયો બનાવે. કોરોનાની કટોકટીમાં તેમને તમારી મદદની જરૂર છે. નોંધનીય છે કે આફ્રિદીના ફાઉન્ડેશનને મદદ કરવાની અપીલ કર્યા બાદ ભારતીય ક્રિકેટ પ્રેમીઓએ યુવરાજ અને હરભજનની ટીકા કરી હતી.