અને તાવના ૨૬૬, ઝાડા-ઉલ્ટીના ૧૮૫, મરડાના ૧૮, મેલેરીયા ૬ અને ટાઈફોઈડના ૬ કેસો નોંધાયા

સતત વરસાદી વાતાવરણના કારણે શહેરમાં ફાટી નીકળેલો ડેન્ગ્યુ મેલેરીયા અને ચિકનગુનીયાનો રોગચાળો કાબુમાં આવવાનું નામ ન લેતો હોય તેમ છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ડેન્ગ્યુ તાવના ૮, ચીકનગુનિયાના ૧૮ અને મેલેરીયાના ૬ કેસો મળી આવ્યા હતા. મહાપાલિકાની કહેવાતી આરોગ્યલક્ષી કામગીરીને મચ્છરો રીતસર બેઅસર બનાવી રહ્યાં હોય તેમ દિન પ્રતિદિન રોગચાળો સતત વકરી રહ્યો છે.આ અંગે મહાપાલિકાની આરોગ્ય શાખાના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં અલગ અલગ સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાંથી સામાન્ય અને તાવના ૨૬૬ કેસ, ઝાડા-ઉલ્ટીના ૧૮૫ કેસ, ટાઈફોઈડ તાવના ૬ કેસ, ડેન્ગ્યુના ૮ કેસ, ચીકનગુનીયાના ૧૮ કેસ, મેલેરીયાના ૬ કેસ, અને કમળાના ૨ કેસો મળી આવ્યા છે. મહાપાલિકાના ચોપડે ભલે ચીકનગુનીયાના ૧૮ કેસો જ નોંધાયા હોય પરંતુ શહેરમાં ચીકનગુનીયાએ અજગરી ભરડો લીધો છે અને ૫૦૦થી વધુ કેસ એક જ સોસાયટીમાં હોવાની પણ શંકા સેવાઈ રહી છે.રોગચાળાના આંકડા છુપાવવામાં આરોગ્ય શાખાએ વધુ એક વખત રોગચાળાના વાસ્તવિક ફિગરો છુપાવ્યા છે. ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે ૧૨૧ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૨૫૨ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરી પાંચ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. જયારે પાણીજન્ય રોગચાળાની અટકાયત માટે સેન્ટ્રલ ઝોનમાં ૧૮૩, વેસ્ટ ઝોનમાં ૧૭૯ અને ઈસ્ટઝોનમાં ૧૮૮ સ્થળેથી પીવાના પાણીના નમૂના લઈ ફલોરીંગ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં તમામ નમૂના પાસ થયાનું જાહેર કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.