ભગવાન શિવનો અંશ મનાતા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સતત છઠ્ઠા વર્ષે શિવરથ યાત્રા વિવિધ ફલોટ અને શહીદોને શ્રઘ્ધાંજલીની સાથે શિવયાત્રાનો પ્રારંભ થશે
દશનામ ગોસ્વામી સમાજ શિવરથ યાત્રા સમીતી રાજકોટ દ્વારા સતત છઠ્ઠા વર્ષે મહાશિવરાત્રીના પાવન પર્વે સનાતન ધર્મ શિવરથ યાત્રા ૨૦૧૯નુંં કામ અવિરત ચાલી રહ્યું છે. જેની તૈયારીના ભાગરુપે ૧૦ ફેબ્રુઆરી રવિવારે ના રોજ વિરભગતસિંહ શોપીંગ સેન્ટર સુતા હનુમાન મંદીર સામે કોઠારીયા રોડ ખાતે કાર્યાલયનો શુભારંભ થઇ ચુકયો છે. આ કાર્યાલયના ઉદધાટન સમયે દશનામ ગોસ્વામી સમાજના વિવિધ મંડળના આગેવાનો, પ્રતિનિધિઓ, અગ્રણીઓ દાતાઓ અન્ય જ્ઞાતિ મંડળ તથા સમાજના આગેવાનો ઉ૫સ્થિત હતા આ શુભ પ્રસંગે દશનામ ગોસ્વામી સમાજના વિવિધ મઠ્ઠો તેમજ મંદીરના સંતો મહંતો પધરામણી કરી આશિવચન આપી કાર્યાલયને ખુલ્લુ મુકયું હતું.
દશનામ ગોસ્વામી સમાજનો ઉદ્દેશ્ય સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરવા આદિ અનાદી કાળથી રહ્યો છે. ભગવાન શિવના અંશ દશનામ ગોસ્વામી સમાજ આ પ્રથાને આગળ વધારતા શિવરથ યાત્રાનું કાર્ય કરે છે. એજ સનાતન પરંપરાને અનુસરીને વિશરથયાત્રા સહીત અનેક પ્રકારના ધાર્મિક કાર્ય કરવામાં આવે છે. એના ભાગરુપે રાજકોટ નગરના રથયાત્રા રુટ પર આવતા વિવિધ શિવાલયોમાં ઘ્વજા રોહણ શિવરથયાત્રા સમીતી દ્વારા કરવામાં આવે છે.
આ ઘ્વજાને અતિ પૌરાણીક એવા રામનાથદાદાના મંદીરે શાસ્ત્રોકત વિધીથી ઘ્વજાજીનું પુજા અર્ચના કરી શિવલયો જેવા કમલેશ્ર્વર મહાદેવ, નટેશ્ર્વર મહાદેવ, ધારેશ્ર્વર મહાદેવ, ઓમ કારેશ્ર્વર મહાદેવ, જાગનાથ મહાદેવ, કાશી વિશ્ર્વનાથ મહાદેવ, સોમનાથ મહાદેવ, પચંનાથ મહાદેવ, શિવાલયો પર ઘ્વજા આરોહણ કરવામાં આવી છે.
આ રથયાત્રામાં દરમ્યાન વિવિધ ફલોટ આકર્ષણનુ કેન્દ્ર બનશે અને પુલવામાં શહીદ થયેલા વીરોને શ્રઘ્ધાંજલી અર્પણ કરશે.